Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

હોમીઓપેથીક મેડીકલ કોલેજમાં મહિલા દિનની ઉજવણી

રાજકોટઃ પારૂલ યુનિવર્સીટી સંલગ્ન રાજકોટ હોમીઓપેથીક મેડીકલ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીમાં ૪૨૬ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ જેનુ આયોજન ડો. હિતાર્થ મહેતા પ્રિન્સીપાલ, ડો. અમર ઠકકર, ડો. વૈદેહી ભટ્ટ તથા અન્ય કોલેજ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.

(3:39 pm IST)
  • જયંતી ભાનુશાળી હત્યાકેસમાં છબીલ પટેલના દસ દિવસના રિમાન્ડ મંજૂર : વિનોદ ગાલા દ્વારા ભૂજ ::જેન્તી ભાનુશાળી હત્યા કેસ પ્રકરણમાં પોલીસે કોર્ટમાં રજુ કરતા ભચાઉ કોર્ટે છબીલ પટેલ ના 10 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે હત્યા પ્રકરણમાં 25 માર્ચ સુધી છબીલ પટેલ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે access_time 4:41 pm IST

  • સ્વાઇન ફલૂથી જુનાગઢ પંથકના વૃધ્ધાનું મોતઃ રાજકોટમાં કુલ મૃત્યુઆંક ૮૫ : શહેરની ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂથી વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. જુનાગઢ પંથકના ૬૦ વર્ષના વૃધ્ધાએ લેન્ડમાર્ક હોસ્પિટલમાં દમ તોડી દીધો છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ હતો. આ સાથે કુલ મૃત્યુઆંક ૮૫ થયો છે access_time 3:32 pm IST

  • અમૃતસરના કેટલાક વિસ્તારોમાં મધરાત્રે મોટા ધડાકાઃ ગભરાટઃ અમૃતસરમાં ગઇ મોડી રાત્રે દોઢ વાગે કેટલાક વિસ્તારોમાં ધડાકાઓના મોટા અવાજોથી ઘરોની દિવાલો ધ્રુજી ઉઠી હતી. લોકો ભારે ગભરાઇ ગયેલ અને ભારત-પાકિસ્તાન જંગ છેડાયાની ચર્ચા થવા લાગેલ. જો કે પોલીસ આવા વિસ્ફોટોનો ઇન્કાર કરી રહેલ છે અને કોઇ આવા રિપોર્ટ નોંધાયા ન હોવાનું કહેે છે. પરંતુ લોકોમાં ભારે ભય છે. પોલીસે લોકોને નહી ગભરાવા અને અફવાથી બચવા કહયું છે. સોશ્યલ મીડીયા ઉપર અનેક લોકોએ ધડાકા અંગે લખ્યું છે. access_time 11:27 am IST