Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

વ્યાજ અને પેનલ્ટી વસુલવા ધવલ મકવાણાએ ધમકી આપતાં રાકેશ પટેલે ફિનાઇલ ગટગટાવ્યું

સાળાના મિત્ર પાસેથી સાબુ-પાવડરના ધંધા માટે ૨II લાખ ૧૦ ટકા વ્યાજેથી લીધા હતાં : નવેમ્બરમાં લીધેલા નાણાનું નિયમીત વ્યાજ ચુકવ્યું: હવે ધંધામાં મંદી આવતાં બળજબરીથી ૩૬૫૦૦ પડાવી ગયોઃ ભકિતનગર પોલીસે ધમકી-મનીલેન્ડ એકટ હેઠળ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૫: વ્યાજ અને પેનલ્ટીની ઉઘરાણી માટે ધાકધમકી મળતાં અને બળજબરીથી રોકડ પડાવી કોરા ચેક, પ્રોમિસરી નોટમાં સહીઓ કરાવી લઇ વધુને વધુ વ્યાજ માટે ધમકી અપાતાં કોઠારીયા રોડ પર રહેતાં પટેલ યુવાને કંટાળીને ફિનાઇલ પી લેતાં દાખલ કરાયો છે. પોલીસે આ મામલે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

બનાવ અંગે ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ રાધામીરા હોટેલ પાછળ વિજયનગર-૨માં રહેતાં અને વેનમાં સાબુ પાવડરની ફેરી કરી ગુજરાન ચલાવતાં રાકેશ જીવરાજભાઇ ઢોલરીયા (પટેલ) (ઉ.૨૫)ની ફરિયાદ પરથી ધવલ મકવાણા સામે આઇપીસી ૩૮૬, ૫૦૪, ૫૦૬ (૨), મનીલેન્ડ એકટ ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધ્યો છે.

રાકેશે પોલીસને જણાવ્યું હતું કે તે વેન કારમાં ડિટરઝન્ટ સાબુ-પાવડરની ફેરી કરી કરે છે. ધંધામાં નાણાની જરૂર ઉભી થતાં પોતાના સાળા નિકેશ દામજીભાઇ સોલંકીના મિત્ર ધવલ મકવાણા પાસેથી રૂ. ૨,૫૦,૦૦૦ ૧૦ ટકાના વ્યાજે નવેમ્બર-૨૦૧૮માં લીધા હતાં. ત્યારથી તેણે નિયમિત વ્યાજ ભર્યુ છે. પણ હાલમાં થોડા સમયથી ધંધામાં મંદી આવી હોઇ વ્યાજ ચુકવવામાં મોડુ થતાં ધવલે અવાર-નવાર ઘરે આવી વ્યાજના નાણા અને પેનલ્ટી ચુકવવા ધમકી આપવાનું શરૂ કરી રૂ. ૩૬૫૦૦ બળજબરીથી પેનલ્ટી પેટે તા. ૬/૩/૧૯ના રોજવ કઢાવી ગયો હતો. તેમજ કોરા ચેક અને પ્રોમીસરી નોટમાં સહિઓ પણ કરાવી લીધી હતી. આ કારણે પોતે માનસિક અસ્વસ્થ અને બેચેન થઇ ગયો હતો.

ગઇકાલે ગુરૂવારે બપોરે ત્રણેક વાગ્યે પોતે માતા રમાબેન અને પત્નિ પુજાબેન સાથે ઘરે હતો. એ પછી માતા અને પત્નિ ઉપરના રૂમમાં જતાં પોતે નીચેના રૂમમાં એકલો પડતાં ઘરમાં ફિનાઇલ પડી હતી તે પી ગયો હતો. ઉલ્ટી થવા માંડતા પરિવારજનોને જાણ થતાં હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ધવલના વ્યાજ અને પેનલ્ટી બાબતના સતત ત્રાસથી ધમકીઓથી કંટાળીને આ પગલું ભરી લીધું હતું. તેમ વધુમાં રાકેશે જણાવતાં તેની આ કેફીયત પરથી પોલીસે ગુનો નોંધ્યો છે. પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ બી. બી. કોડીયાતર, એસ.વી. ડાંગર અને ટીમ વધુ તપાસ કરે છે.

(3:39 pm IST)
  • જયંતી ભાનુશાળી હત્યાકેસમાં છબીલ પટેલના દસ દિવસના રિમાન્ડ મંજૂર : વિનોદ ગાલા દ્વારા ભૂજ ::જેન્તી ભાનુશાળી હત્યા કેસ પ્રકરણમાં પોલીસે કોર્ટમાં રજુ કરતા ભચાઉ કોર્ટે છબીલ પટેલ ના 10 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે હત્યા પ્રકરણમાં 25 માર્ચ સુધી છબીલ પટેલ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે access_time 4:41 pm IST

  • તળાજા તાલુકામાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ :તળાજા તાલુકાના કેટલાંક ગામોમા તા.23 માર્ચ સુધી યોગ્ય સત્તાધિકારીની પૂર્વ મંજુરી સિવાય સરઘસો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક કલેકટર ઉમેશ વ્યાસ access_time 11:31 pm IST

  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST