Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ગોકુલ હોસ્પીટલના ન્યુરો અને સ્પાઇન સર્જન ડો. જીગરસિંહ જાડેજા દ્વારા કોનસ એપીડર્મોઇડ સર્જરી

રાજકોટ : ગોકુલ હોસ્પીટલ ખાતે સૌરાષ્ટ્રના સીનીયર મોસ્ટ ન્યુરો સર્જન ડો. પ્રકાશ મોઢા અને તેમની ટીમ કાર્યરત છે. ટીમમાં ડો. જીગરસિંહ જાડેજા ન્યુરો અને સ્પાઇન સર્જન તરીકે કાર્યરત છે. ડો. જાડેજા એ તેમની એમબીબીએસની ડીગ્રી બી. જે. મેડીકલ કોલેજ અમદાવાદ, એમએસની ડીગ્રી વી. એસ. હોસ્પીટલ અમદાવાદથી મેળવેલ ત્યારબાદ તેઓ ન્યુરો સર્જરીમાં ઉચ્ચ અભ્યાસ અર્થે દેશની ખ્યાતનામ સંસ્થા પીજીઆઇ ચંદીગઢ ખાતે ગયા હતા અને ત્યાંથી એમ.એચ. ન્યુરો સર્જરીની ડીગ્રી પ્રાપ્ત કરેલ. સામાન્ય રીતે કરોડરજજુમાં થતી ગાંઠ ર થી ૩ સે.મી.ની જોવા મળેલ. સામાન્ય રીતે આ પ્રકારની તકલીફમાં દર્દીને ચાલવામાં તકલીફ પડે છે. પગમાં નબળાઇ આવી જાય છે, પગ ત્રાંસા પડે છે અને દર્દી ટટાર રહી શકતો નથી. તાજેતરમાં ડો. જીગરસિંહ જાડેજા દ્વારા જામનગર ખાતે ગોકુલ ન્યુટેક હોસ્પીટલમાં ૧૩ વર્ષની બાળાની કરોડરજજુમાં ગાંઠની સર્જરી કરી હતી. આ બાળાની કરોડરજજુમાં ૧૧ સે.મી.ની ગાંઠ હોવાનું એમ.આર.આઇ. પછી જાણ થયેલ. આ પ્રકારના નિદાનમાં રૂટીનમાં ડોકટરો દ્વારા આટલી મોટી ગાંઠ કાઢી શકાતી નથી. આ ગાંઠ ચેતાતંતુઓ સાથે ચોંટેલી હતી તેથી ઓપરેશન જોખમી હતું અને ઓપરેશનમાં સહેજ પણ ભૂલ થાય તો બંને પગમાં પેરેલીસીસ અને સંડાસ બાથરૂમનો કંટ્રોલ ગુમાવી શકે તેવી શકયતા હતી. દર્દીના સગાના જણાવ્યા પ્રમાણે તેમણે અમદાવાદ અને જામનગર સીવીલ હોસ્પીટલમાં આ રીપોર્ટ સાથે ઓપરેશન કરાવવાનો પ્રયત્ન કરેલ પરંતુ યોગ્ય પ્રતિભાવ ન મળેલ. તા. ર૪ ફેબ્રુઆરીએ આ દર્દીનું ઓપરેશન કરવામાં આવેલ અને માત્ર એક અઠવાડીયામાં દર્દીને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી ત્યારે દર્દી પોતાની જાતે હરી ફરી શકે છે તથા ટટાર ચાલી શકે છે. ડો. જીગરસિંહ જાડેજા દર શનિવારે બપોરે ૧:૦૦ થી ૪:૦૦ ગોકુલ ન્યુટેક હોસ્પીટલ, સમય ટ્રાવેલ્સની બાજુમાં, વાલકેશ્વરી નગરી, જામનગર ખાતે મળી શકશે.

(3:39 pm IST)