Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

સોમયજ્ઞની સાંજે શોભાયાત્રાઃ કાલથી યજ્ઞ પ્રારંભ

પદ્દમભૂષણ સોમયાજી પૂ. ગોકુલોત્સવજીનું આગમઃ કાલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ દર્શનનો લાભ લેશે

રાજકોટ તા.૧પ : ગૌવર્ધન ગૌશાળાના સેવાર્થે આજથી તા.ર૧ માર્ચ સુધી ચાલનાર વિરાટ સોમયજ્ઞનો આજે સાંજે શોભાયાત્રા સાથે આરંભ થયો છ.ે

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા મહોત્સના આગેવાનોએ જણાવેલ કે યજ્ઞશાળા ૧ર૦'*૧ર૦' ને ગોબર-માટી દ્વારા સેંકડો સેવાભાવી ભાઇ-બહેનો લીપણ કરી યજ્ઞશાળા તૈયાર કરી છ.ે દક્ષિણના ચારેય વેદોના જાણકાર પ્રકાંડ પંડિતો આવી પહોચ્યા છ.ે અને મહારાજેશ્રીના માર્ગદર્શન હેઠળ યજ્ઞવેદી(કુંડ) તૈયાર થઇ રહ્યા છ.ે

સોમયજ્ઞનના સર્વાધ્યક્ષ સોમયાજી પૂ. પા.ગો.શ્રી ગોકુલ્લોત્સવજી મહારાજશ્રી તેમજ યજ્ઞઆર્ય સોમયાજી પૂ.પા.ગો.ડો. શ્રી વ્રજોત્સવજી મહોદયશ્રી પણ રાજકોટ જનાના સહિત પધારેલ છે. 'ધી પેલેસ', ૧પ૦' રીંગ રોડ, શીતલ પાર્ક, બસ સ્ટોપ પાસે, ટાઇમ સ્કવેર બિલ્ડીંગની બાજુમાં પ માળે ઉતારો આપ્યો છ.ે

વિરાટ સોમયજ્ઞની સોમ રાજાની શોભાયાત્રા આજે શુક્રવારે સાંજે ૪ વાગ્યે શ્રી જેરામભાઇ વાડોલીયાના નિવાસસ્થાન ''શ્રી બાલકૃષ્ણ કૃપા'', ર-ધરમનગર, પરફેકટ શોરૂમ વાળી શેરી, ૧પ૦' રીગ રોડ, ગાંધીગ્રામ, રાજકોટથી પ્રસ્થાન પામી હતી. શોભાયાત્રામાં સોમકળશ બિરાજેલ છે. ભકતજનો પોતાના મનના મનોરજ પૂર્ણ કરવા પીળા અક્ષત (ઘી તથા હળદરથી પીળા કરેલ ''આખા ચોખા'' બંને છેડા, અણી ભાંગ્યા વગરના, શોભાયાત્રા માર્ગમાં કલશમાં પધારાવી શકશે.

ગૌસેવાના સેવાર્થે આયોજિત શ્રીવિરાટ સોમયજ્ઞના દર્શન કરવા રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કાલેતા.૧૬ ના શનિવારે સાંજે ૬ વાગ્યે પધારી રહ્યા છે. ભૂતકાળમાં ર૦૧૧ માં રાજકોટમાં યોજાયેલ સોમયજ્ઞમાં તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ સોમયજ્ઞના દર્શન કરવા પધારેલ.

કૃષિમંત્રી આર.સી.ફળદુ, પુરવઠામંત્રી જયેશભાઇ રાદડીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, બીન અનામત  આયોગના ચેરમેન શ્રી હંસરાજભાઇ ગજેરા, મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, કામધેનું આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.વલ્લભભાઇ કથીરીયા, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા, ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ, શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઇ મીરાણી, રાષ્ટ્રીયમંત્રી અનુસૂચિત મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, નીતીનભાઇ ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, પ્રભારી મહિલા મોરચો શ્રીમતી અંજલીબેન રૂપાણી, ઉદયભાઇ  કાનગડ વિગેરે મહાનુભાવો પણ સોમયજ્ઞનના દર્શન કરવા પધારશે.

રાજકોટમાં યોજાયેલ સોમયજ્ઞ તા.૧૬ થી ૨૧-૩-૨૦૧૯ સુધી દરરોજ સવારે ૮:૩૦ થી ૧ તથા બપોરના ૩ વાગ્યે ફરી શરૂ થશે. પરિક્રમા ૨૪ કલાક ચાલુ રહેશે. હજારો ભકતજનો યજ્ઞશાળાની ફરતે પગપાળા/દંડવતી પરિક્રમાનો લાભ લેશે. ૧૫ મી શુક્રવારે સાંજે તુલસી વિવાહ મનોરથ દર્શન થશે.

વિરાટ સોમયજ્ઞના દર્શન, અક્ષત વર્ષા, પરિક્રમા તથા મહારાજશ્રીના વચનામૃતનો લાભ લેવા જાહેર જનતાને પધારવા ગોવર્ધન ગૌશાળા પરિવાર હાર્દિક આમંત્રણ પાઠવે છે.

આયોજનને સફળ બનાવવા આયોજન સમિતિના પ્રમુખ બિપીનભાઇ હદવાણી (ગોપાલ નમકીન), મંત્રી-સંયોજક (કન્વીનર) જેરામભાઇ વાડોલીયા, ઉપપ્રમુખ રાજેશભાઇ કાલરીયા (સન ફોર્જ પ્રા.લી.), જગદીશભાઇ હરિયાણી (દિલીપ સ્ટોર્સ), બ્રિજેશભાઇ પટેલ (આર્કિટેકટ), સુનિલભાઇ મહેતા (શ્રીજી સ્ટીલ), સહમંત્રીઃ નવનીતભાઇ ગજેરા, અરવિંદભાઇ પાટડીયા, અંતુભાઇ ધોળકીયા તેમજ ભોજન પ્રસાદ વ્યવસ્થાના વરિયા વૈષ્ણવ પ્રજાપતિ યુવક મંડળ (માનવસેવા પ્રભુસેવા ગ્રુપ), લલિતભાઇ વાડોલીયા, ગોકળભાઇ નળિયાપરા, રમેશભાઇ લાઠીયા, હરેશભાઇ વાડોલીયા, જગદિશભાઇ વાડોલીયા, તરૂણભાઇ નળિયાપરા, હિતેષ એન વાડોલીયા, જીવરાજભાઇ વાડોલીયા, હેંમતભાઇ નડીયાપરા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા મહોત્સવ સમિતિના આગેવાનો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:38 pm IST)
  • કાલે ભાજપની સેન્ટ્રલ ઇલેકશન કમીટીની બેઠક : દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે સાંજે ૪ વાગે બેઠક મળશેઃ ૧૮ અને ૨૨ માર્ચે પણ ભાજપની સેન્ટ્રલ ઇલેકશન કમિટિની બેઠક મળશેઃ તમામ બેઠકમાં નરેન્દ્રભાઇ હાજર રહેશે access_time 3:33 pm IST

  • તળાજા તાલુકામાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ :તળાજા તાલુકાના કેટલાંક ગામોમા તા.23 માર્ચ સુધી યોગ્ય સત્તાધિકારીની પૂર્વ મંજુરી સિવાય સરઘસો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક કલેકટર ઉમેશ વ્યાસ access_time 11:31 pm IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2 સીટ ઉપરથી લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચા : અમેઠીમાં 3 ટર્મથી ચૂંટાઈ આવતા રાહુલ ગાંધી માટે બીજી સીટ દક્ષિણ ભારતમાંથી પસંદ થાય તેવી શક્યતા : મહારાષ્ટ્ર અથવા મધ્યપ્રદેશની સલામત ગણાતી સીટની પણ પસંદગી થઇ શકે તેવું જાણકારોનું મંતવ્ય access_time 8:14 pm IST