Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

અમેરિકી ઝગમગાટ છોડીને અર્જુન કાનાબારે ખેતી આદરી

વાર્ષિક દોઢ કરોડનો પગાર છોડીને સિંધાવદર પાસે ૨૦ એકર જમીન ખરીદી : કોઇ પ્રકારના ઝેરી ખાતર-દવા વગર ગાય આધારિત ખેતી કરીને નફો મેળવે છેઃ કૃષિકારોને પ્રેરણા આપતી સિદ્ધિઃ સમજદારી વાવો તો સમૃદ્ધિ ઉગે

અર્જુન કાનાબાર સાથે ભરતભાઇ પરસાણા, કાન્તિભાઇ પટેલ, રમેશભાઇ ઠક્કર, બ્રિજેશ ગોંઢા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટ તા.૧૫: જેમણે રાજકોટમાં બેચલર્સ ઓફ એન્જીનિયરીંગનો અભ્યાસ કરીને ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકાના ન્યુયોર્કના ત્રણ વર્ષના અભ્યાસક્રમમાં માસ્ટર્સ ઓફ એન્જીનિયરીંગ (ઇલેકટ્રીકલ કોમ્પ્યુટર) ની ડિગ્રી મેળવીને ત્યાંની સારામાં સારી કંપનીઓનો વાર્ષિક દોઢ કરોડનો પગાર માનભેર અસ્વીકાર કરીને ભારતની ભૂમિ ઉપર એક સારા ખેડૂત તરીકે અને ઉત્તમ પશુપાલકનું દ્રષ્ટાંત પૂરૂ પાડવા માટે અને ધરતીપુત્ર-ધરતીથી વિમુખ પ્રસરેલી નેગેટીવ લાગણીને નવી ઉર્જાના આશયથી વાંકાનેરના સિંધાવદર ગામ પાસે ૨૦ એકર જમીન ખરીદીને દોઢ વર્ષના ટુંકાગાળાના બિનઅનુભવી રસ્તા ઉપર ચાલીને ગાય આધારિત ઝીરો બજેટ ખેતી દ્વારા મરચા અને નાના લોકોને સસ્તો માલ કેમ મળે તે માટે અને સારી પ્રોડકટ કેમ મળે જેમાં વીટામીનો ભરપૂર હોય, શકિતપ્રદ હોય અને નફો આપતી હોય તેવી પ્રોડકટમાં રોજેરોજ વપરાય તેવા મરચા, ટમેટા, દૂધી, બ્રોકલી જેવી પ્રોડકટો ઉત્તમ બનાવીને લોકો સુધી પહોંચાડી અને પ્રથમ વર્ષથી જ નફો કમાઇ રહ્યાં છે જે ખેડૂતો ફર્ટીલાઇઝરના અને દવાના નાગચૂડમાં ફસાયા છે અને આવી દવાઓથી ખેત મજુર અને ખેડુતો પણ બીમારીનો ભોગ બને છે. સાથે સાથે અબોલ જીવનોે મળતો ચારો પણ ઝેરી હોવાથી તેની ઉત્પાદકતા ઘટે છે અને તે પણ બીમાર પડે છે. તેથી તેઓ અત્યારે ખેતથી વિમુખ થઇ રહ્યાં છે અને આપઘાત કરી રહયાં છે તેના બદલે ઓછા ખર્ચની ખેતી વધુ નફો આપતી અને સમાજને સ્વસ્થ રાખતી તેમાં પ ણ નવો પ્રાણ પૂરે તે આશયથી ૯ ગાય અને ર બળદથી અને બકરીઓ દ્વારા જમીનનું નવસર્જન કરીને તેને પણઉર્જાવાન બનાવે છે.

આ ખોરાક થકી મનુષ્યને પણ નવચેતન મળે માનવોના રોગ ઘટે અને તેનામાં વિશ્વાસ જન્મે માણસ દયાવાન, કરૂણાવાન, દાતાર  બને દુઃખો ઘટે તે માટે સતત પ્રયત્નશીલ છે. અર્જુનભાઇ ખાસ આજની પેઢીને જણાવવા માંગે છે કે એસીમાં બેસીને ઓફિસ ચલાવવી  તેના કરતા ખરેખર ખેતરમાં કામ કરીને પોતાના પરિવાર સમાજને સારા ખોરાકરૂપી સારી વસ્તુ આપીને અને પોતે બીમાર ન પડે પોતાની જાતને પણ શકિતશાળી બનાવે અને જીમમાં ગયા વગર તન, મનની સારી સ્વસ્થતા કેવી રીતે રાખી શકાય અને ૩૬૫ દિવસમાં ફકત એવરેજ ૩ કલાક કામ કરીને અમેરિકા જેટલી કમાણી ઘરે બેસીને પરિવાર સાથે મેળવી શકાય તે માટે દરેકને આહવાન કરે છે.

ભારતની ભૂમિ ગાય માતા અને અન્ય જીવોનું કલ્યાણ કરે છે. તેઓનું કહેવુ એમ છે કે ખેતી દ્વારા સારા મનુષ્ય અને તેના દ્વારા રાષ્ટ્રનું નિર્માણ થઇ શકશે અને સાચા રસ્તે થઇ શકશે ઉત્પાદન ધરતીમાંથી થાય તે સાચુ છે માટે દરેક આપણે પ્રયત્ન કરીએ અને એ માટે મહેનત કરીએ અને રાષ્ટ્રની સેવા કરી ધરતીમાતા, જીવમાત્રનું કલ્યાણ થઇ શકે છે. ઉત્તમ ખેતી એટલે કીધી છે કે ખેતી દ્વારા દરેક  જીવોનું કલ્યાણ થઇ શકે છે કારણ કે ખોરાક બધા જીવોને જોઇએ છે. ઓર્ગેનિક ખેતી કરવાથી મારા ખેતરમાં અસંખ્ય નાનામોટા જીવો આશરો લઇ રહયા છે. અને જમીનમાં થતા અળસીયા દ્વારા જમીન પોંચી થતા પાણીનો સંગ્રહ થાય મારી ખેતીમાં પીયત પણ ઓછું જોઇએ છે. સાથે સાથે લોકોને સારૂ દૂધ મળે એ આશયથી સારી ઓલાદની ૯ ગાય પાળીને લોકોને તેના ખોરાક મળે તેવું પણ આયોજન વિચાર્યું છે તે માટે સતત પ્રયત્નશીલ છે.

સારૂ ભણેલા યુવકોને તેવો આહવાન આપે છે કે વિશ્વના વિકસીત દેશોમાં આજે ઉચ્ચ ડિગ્રી ધરાવતા યુવક-યુવતીઓ આ વ્યવસાયમાં જોડાઇ ગયા છે અને આપ પણ આવી સમૃદ્ધ ખેતીમાં જોડાય લોક કલ્યાણ અર્થે ગાય આધારિત ખેતી દ્વારા સમાજને પશુ-પક્ષીઓને બીમાર પડતા બચાવીને લોકોને સાત્વીક ખોરાક, સાત્વીક મન સાથે આપવામાં આવે તો આજે જ ેબીમારીઓ વધી રહી છે તે ઘટી શકે  અનેઆપણને ખૂબ સરસ આવક પણ મળી રહે છે આપના ભણતર દ્વારા સરકારી મળતી સહાયો દ્વારા ટપક પદ્ધતિ સોલાર પાવર અને ખાતરોનો ઓછો અને વ્યવહારી ઉપયોગ કરીને પાકને સારો બનાવી શકાય છે અને કમાણી પણ ખુબ સારી થાય છે. આમા આપણને આરામ પણ ઘણો મળે અને આનંદ સાથે નિજાનંદ મળે છે. ટુંક સમયમાં જ ડેઇલીઝ નામની દૂધની પ્રોડકટ ચાલુ કરવાનું તેમનું એક સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું છે ત્યારે અર્જુનભાઇ આવા સારા કાર્યો જીવનભર કરે અને લોકોને સામાન્ય માણસને તેનો લાભ મળે તેવા ગાયમાતાના આશિર્વાદ સાચા અર્થમાં જગતાત બનીએ.

અર્જુનભાઇ સારા સંસ્કારી અને વેપારી પરિવારમાંથી આવે છે તેમના પિતાશ્રી રાજકોટમાં ૩૫ વર્ષથી લોખંડના વ્યવસાય સાથે સારી રીતે સંકળાયેલા છે તેમજ તેમના મોટાભાઇ રેડકાર્પેટ નામના શો-રૂમ ટાગોર જેવા પોસ વિસ્તારમાં ધરાવે છે. આપણા માટે ઠંડી, ગરમી, તડકો, વરસાદ અને જીવજંતુની વચ્ચે રહેવું, કુદરતી આફતોની સામે ઝઝુમવું અને આપણા માટે સારો ખોરાક, અબોલ જીવો માટે ઘાસભુંસ અને જમીનનું નવસર્જન કરી શકાય તે વસ્તુઓ ઉત્પન્ન કરીને ખરેખર જગતાત આપણા માટે ઉપકાર કરી રહ્યો છે ત્યારે સમાજે તેની નોંધ લેવી જોઇએ અને તેને બિરદાવવો જોઇએ. આજે ખેડૂતનું માન સન્માન આપવું જોઇએ તેની પ્રોડકટને સારા ભાવ આપવા, તેની ગુણવતાના વખાણ કરવા તે જ સાચી સમજણ સાથે જો જીવશું તો પરિવારના સારા સારા વ્યકિતઓ આ લાઇનમાં આવશે. ખેડૂતો માટે માન-સન્માન મળવું જરૂરી છે. વધારે વિગત માટે અર્જુન કાનાબાર મો. ૯૯૨૪૨ ૦૦૯૦૦નો સંપર્ક થઇ શકે છે.

(3:37 pm IST)
  • કાલથી ગરમીમાં ઉછાળો આવશે : કાલથી ગરમીમાં ક્રમશઃ વધારો થતો જશે : સોમ-મંગળ તાપમાન ૩૬ ડિગ્રીને પાર કરી જશેઃ તા.૨૦-૨૧ ફરી આંશિક ઘટશે : તા.૧૬થી ૧૯મીના સાંજ સુધી ભેજનું પ્રમાણ ઓછુ રહેશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી access_time 3:51 pm IST

  • જયંતી ભાનુશાળી હત્યાકેસમાં છબીલ પટેલના દસ દિવસના રિમાન્ડ મંજૂર : વિનોદ ગાલા દ્વારા ભૂજ ::જેન્તી ભાનુશાળી હત્યા કેસ પ્રકરણમાં પોલીસે કોર્ટમાં રજુ કરતા ભચાઉ કોર્ટે છબીલ પટેલ ના 10 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે હત્યા પ્રકરણમાં 25 માર્ચ સુધી છબીલ પટેલ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે access_time 4:41 pm IST

  • કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટીની બેઠક હવે ૧૭ માર્ચે મળશેઃ તારીખો ફરી access_time 11:26 am IST