Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

સિઝન્સ સ્કવેર ટ્રસ્ટ દ્વારા પ્રિયદર્શિની ઉત્કર્ષ યોજના

બહેનોને સ્વરોજગારી માટે રૂ. ૨૦ હજાર સુધીના સાધનોની સહાય : શિક્ષણ સહાય માટે પણ વ્યવસ્થા

રાજકોટ તા. ૧૫ : સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેના ભાગરૂપે બહેનો માટે ખાસ પ્રિયદર્શિની ઉત્કર્ષ યોજના શરૂ કરવામાં આવી છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે અમો દર્દીઓને મદદરૂપ બનવા અનેક  પ્રવૃત્તિઓ ચલાવીએ છીએ. હવે બહેનો માટે ખાસ પ્રિયદર્શિની ઉત્કર્ષ યોજના શરૂ કરી છે. જેમાં મહીલાઓ સ્વાવલંબી જીવન જીવી શકે તે માટે રૂ.૨૦ હજારની મર્યાદામાં સ્વરોજગારીના સાધનો માટે સહાય કરાશે.

એ રીતે બહેનો ગૃહ ઉદ્યોગ ચલાવી રોજીરોટી મેળવી પગભર થઇ શકશે. પરિવારને મદદરૂપ બની શકશે.  સિવણના સંચાથી માંડીથે ઘેર બેઠા સાબુ બનાવાવા, ચરખા દ્વારા કાપડ વણાટ, નમકીન બનાવવા માટેની સાધન સહાય અપાશે.

નબળા પરિવારના સંતાનોને શિક્ષણ માટેની સહાય પણ કરવામાં આવે છે.

આ તમામ સહાય માટેના ફોર્મ તથા વધુ વિગતો માટે સંસ્થાના કાર્યાલય સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ, સિઝન્સ સ્કવેર મોલ, અમીન માર્ગ ખાતે રૂબરૂ અથવા મો.૯૬૩૮૪ ૦૧૬૮૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અલ્કાબેન વોરા, પ્રમુખ ભરતભાઇ દુદકીયા, ડાયરેકટર અજયભાઇ વસંત, નિલયભાઇ ઉપાધ્યાય, સભ્યો સીમાબેન મહેતા, મીરાબેન દુદકીયા, કોમલબેન કામદાર, હર્ષાબેન રાઠોડ નજરે પડે છે.

(3:36 pm IST)