Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ઘોર બેદરકારી

૪૫૦૦૦ મિલ્કતધારકોને નવી પદ્ધતિના વેરા બિલ આપવામાં નિષ્ફળતાઃ કોર્પો.એ કરોડોની આવક ગુમાવી

શહેરની ૪.પ૭ લાખ મિલ્કતનો પૈકી ર.૮૭ લાખ મિલ્કત ધારકોએ આજ સુધી ર૦ર કરોડનો વેરો ભર્યોઃ ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ કરદાતાઓએ વેરો ભર્યો છતાં આવક ઓછી થઇ રહી છે...!!

રાજકોટ તા. ૧પ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા કાર્પેટ વેરા પધ્ધતીની અમલવારીને ૧ વર્ષ પુર્ણ થવા આવ્યુ છે છતાં તંત્ર વાહકોની બેદરકારીને કારણે હજૂ ૪પ હજાર જેટલા મીલ્કત ધારકોને નવી કાર્પેટ વેરા પધ્ધતીનાં વેરા બીલો નહી મળતાં હવે તંત્રની આ બેદરકારીને કારણે નિર્દોષ કરદાતાઓ ઉપર અસહ્ય વ્યાજનો ડામ લાગવાની ભીતી સર્જાતા તંત્રની આ બેદરકારી સામે લોકોમાં રોષ ફેલાયો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ મ્યુ. કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ થી નવી કાર્પેટ વેરા પધ્ધતીથી મકાનોમાં વેરાની આકારણી કરી અને શહેરની કુલ ૪.પ૭ લાખ મીલ્કતોને નવા કાર્પેટ વેરાનાં બીલો આપવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત આજદિન સુધીમાં ૪.પ૭ લાખ પૈકી ર.૮૭ લાખ મકાન ધારકોએ કુલ ર૦ર કરોડનો વેરો ભરી દીધો છે. અને હવે વેરા આવકનો લક્ષ્યાંક પુર્ણ કરવામાં ર૩ કરોડનું છેટુ છે.

પરંતુ 'ખાટલે-મોટી ખોટ' એ ઉકિત મુજબ વેરા વિભાગની ઘોરબેદરકારીને કારણે ૧ર માર્ચ સુધીમાં શહેરના ૪પ૮૯૮ મકાન ધારકોને નવી કાર્પેટ વેરા પધ્ધતીનાં વેરા બીલ મળ્યા જ નથી....!!

આમ આટલી મોટી સંખ્યામાં વેરા બીલ પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ જતાં આ વર્ષે તંત્રને કરોડોની આવક ગુમાવવાનો વખત આવ્યો છે.

દરમિયાન આ બાબતે આસીસ્ટન્ટ કમીશ્નરને વહેલી તકે આ ૪પ હજાર મીલ્કતોને વેરા બીલ પહોંચાડવા તાકીદ કરાઇ છે.

અત્રે નોંધનીય છે કે નવી કાર્પેટ એરીયા પધ્ધતી અમલમાં આવ્યા બાદ તંત્રની વેરા આવકમાં આશ્ચર્યજનક ઘટાડો નોંધાયો છે કેમ કે ગત વર્ષે જૂની વેરા પધ્ધતીનાં વેરા બીલ મુજબ ર.૪૩ લાખ કરદાતાઓએ માર્ચ મહીનામાં ર૦૧ કરોડનો વેરો ભર્યો હતો. તેથી આ વર્ષે ર.૮૭ લાખ કરદાતાઓએ માર્ચમાં ૧૯૯ કરોડનો વેરો ભર્યો હતો.

૭૦ હજાર લોકોએ ઓન લાઇન વેરો ભર્યો

રાજકોટવાસીઓ હવે સ્માર્ટ-ઇ-ગર્વનન્સનો લાભ મેળવતાં થયા છે કેમ કે આ વર્ષે કોમ્પ્યુટરનાં માધ્યમથી ઘેર બેઠા ૭૦ હજાર કરદાતાઓએ ઓન લાઇનમાત્ર આંગણીનાં ટેરવે વેરો ભર્યો હતો.

(3:29 pm IST)
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2 સીટ ઉપરથી લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચા : અમેઠીમાં 3 ટર્મથી ચૂંટાઈ આવતા રાહુલ ગાંધી માટે બીજી સીટ દક્ષિણ ભારતમાંથી પસંદ થાય તેવી શક્યતા : મહારાષ્ટ્ર અથવા મધ્યપ્રદેશની સલામત ગણાતી સીટની પણ પસંદગી થઇ શકે તેવું જાણકારોનું મંતવ્ય access_time 8:14 pm IST

  • કાલથી ગરમીમાં ઉછાળો આવશે : કાલથી ગરમીમાં ક્રમશઃ વધારો થતો જશે : સોમ-મંગળ તાપમાન ૩૬ ડિગ્રીને પાર કરી જશેઃ તા.૨૦-૨૧ ફરી આંશિક ઘટશે : તા.૧૬થી ૧૯મીના સાંજ સુધી ભેજનું પ્રમાણ ઓછુ રહેશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી access_time 3:51 pm IST

  • અમૃતસરના કેટલાક વિસ્તારોમાં મધરાત્રે મોટા ધડાકાઃ ગભરાટઃ અમૃતસરમાં ગઇ મોડી રાત્રે દોઢ વાગે કેટલાક વિસ્તારોમાં ધડાકાઓના મોટા અવાજોથી ઘરોની દિવાલો ધ્રુજી ઉઠી હતી. લોકો ભારે ગભરાઇ ગયેલ અને ભારત-પાકિસ્તાન જંગ છેડાયાની ચર્ચા થવા લાગેલ. જો કે પોલીસ આવા વિસ્ફોટોનો ઇન્કાર કરી રહેલ છે અને કોઇ આવા રિપોર્ટ નોંધાયા ન હોવાનું કહેે છે. પરંતુ લોકોમાં ભારે ભય છે. પોલીસે લોકોને નહી ગભરાવા અને અફવાથી બચવા કહયું છે. સોશ્યલ મીડીયા ઉપર અનેક લોકોએ ધડાકા અંગે લખ્યું છે. access_time 11:27 am IST