Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ભુલા પડેલા ૩I વર્ષના અક્રમનું માતા-પિતા સાથે મિલન કરાવતી જંકશન ચોકીની ટીમ

રાજકોટઃ જામનગર રોડ પર સાંઢીયા પુલ પાસે હુડકો કવાર્ટર નં. ૩માં રહેતાં ઇકબાલભાઇ કીડીયા (મેમણ)નો પુત્ર કાસીમ ઉર્ફ જાફર (ઉ.૩ા) ગઇકાલે ઘર પાસે રમતો રમતો ગુમ થઇ જતાં પરિવારજનોએ આકુળ વ્યાકુળ થઇ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ પત્તો લાગ્યો નહોતો. આ અંગે પ્ર.નગર પોલીસને જાણ કરતાં પી.આઇ. બી. એમ. કાતરીયાની રાહબરીમાં જંકશન ચોકીના ઇન્ચાર્જ આર. એન. હાથલીયા તથા આ ચોકીમાં તાજેતરમાં નિમણુંક પામેલા પીએસઆઇ એમ. બી. ગોસ્વામી, કોન્સ. આનંદભાઇ મકવાણા, પીસીઆર-૧૫ના જલાભાઇ ધગલ સહિતે તપાસ શરૂ કરી દીધી હતી. દરમિયાન સાંઢીયા પુલ પાસે એક બહેનને એક બાળક રડતો મળતાં પોલીસ ટીમે ત્યાં જઇ બાળકને શાંતિપુર્વક પુછતાં તેણે માત્ર પોતાનું નામ અક્રમ જણાવ્યું હતું. એ પછી પોલીસે બાળકને સાથે રાખી આસપાસમાં તપાસ કરતાં અંતે તેના માતા મળી આવ્યા હતાં. તેણી ઘરમાં ચાર માસના બાળકને પેટ ભરાવતાં હતાં ત્યારે દિકરો અક્રમ રમતો રમતો ઘરેથી નીકળી જતાં ભુલો પડી ગયો હતો. લાડકવાયા સથે પુનઃમિલન થતાં પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો હતો. પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનરે પોલીસ પ્રજાનો મિત્ર એ સુત્ર સાર્થક કરવા સુચના આપી હોઇ તે અંતર્ગત આ કામગીરી થઇ હતી.

(11:49 am IST)