Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ત્રણ બહેનના એકના એક ભાઇ માધાપરના ફોટોગ્રાફર વિજય વેકરીયાનો ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત

પત્નિ ભાવીશા ચારેક માસથી મવડીમાં રિસામણે છેઃ માસુમ પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું: મોડી રાત્રે ઘરેથી નીકળી જઇ ઇશ્વરીયા ફાટક પાસે પગલું ભર્યુઃ આધાર કાર્ડ પરથી ઓળખ થઇઃ લેઉવા પટેલ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૫: માધાપર રહેતાં અને ફોટોગ્રાફી તથા વિડીયોશુટીંગનું કામ કરતાં ત્રણ બહનેના એકના એક ભાઇ લેઉવા પટેલ યુવાને મોડી રાત્રે ઘર નજીક ઇશ્વરીયા ફાટક પાસે ટ્રેન હેઠળ પડતું મુકી જિંદગીનો અંત આણી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ વહેલી સવારે સાડા ત્રણેક વાગ્યે માધાપરના ઇશ્વરીયા ફાટક પાસે સોમનાથ-ઓખા ટ્રેન હેઠળ એક યુવાને પડતું મુકતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના એએસઆઇ જયસુખભાઇ હુંબલ તથા રાઇટર દિગ્વીજયસિંહ ગોહિલ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવાનના ખિસ્સામાંથી આધાર કાર્ડ મળતાં તેના આધારે તપાસ થતાં આ યુવાન માધાપરમાં જ  રહેતો વિજયભાઇ  છગનલાલ વેકરીયા (ઉ.૩૩) હોવાનું ખુલતાં તેમના પરિવારજનોને બોલાવાયા હતાં. બનેવી નિલેષભાઇએ મૃતદેહ ઓળખી બતાવતાં પોલીસે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ વિજયભાઇના લગ્ન મવડીના ભાવીશાબેન સાથે થયા હતાં. સંતાનમાં છ વર્ષનો એક પુત્ર છે. ચારેક મહિનાથી પત્નિ માવતરે રિસામણે ગયા છે, પુત્ર પણ તેની પાસે છે. વિજયભાઇ ફોટોગ્રાફી અને વિડીયો શુટીંગનું કામ કરી ગુજરાન ચલાવતાં હતાં.  કેટલાક દિવસથી તે ગુમસુમ રહેતાં હતાં અને મોડી રાત્રે ઘરના સભ્યો ઉંઘી રહ્યા હતાં ત્યારે ઘરેથી નીકળી જઇ આ પગલું ભરી લીધું હતું. પત્નિના વિયોગમાં આમ કર્યાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.

કરૂણતા એ છે કે વિજયભાઇ તેના માતા-પિતાના એક જ દિકરા અને ત્રણ બહેનના એકના એક ભાઇ હતાં. બનાવને પગલે લેઉવા પટેલ પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.

(11:48 am IST)
  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST

  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST

  • BSNL કર્મચારીઓનો ફેબ્રુઆરી માસનો પગાર થઇ ગયો : આનંદો : BSNL ના કર્મચારીઓનો ફેબ્રુઆરી માસનો પગાર થઇ ગયો તમામને રકમ મળી ગઇ : ખાતામાં જમા કરી દેવાઇઃ હવે માર્ચનો પગાર પણ ટાઇમસર થાય તે માટે અત્યારથી કાર્યવાહી શરૂ : રજૂઆતોનો ધોધ... access_time 4:04 pm IST