Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

વોર્ડ નં. ૧૪માં ધર્મજીવન સોસાયટીના અક્ષર એપાર્ટમેન્ટમાં ડાયરેકટ પમ્પીંગ કરતા બે ઝડપાયા : ૪૦૦૦નો દંડ : ઇલેકટ્રીક મોટર જપ્તિ

રાજકોટ તા. ૧૪ : રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગ કરતા આસામીઓને ત્યાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે શહેરના વોર્ડ નં. ૧૪માં આવેલ સોસાયટીઓમાં ચેકિંગ કરવામાં આવેલ હતું. ચેકિંગ દરમ્યાન બે (૦૨) ડાયરેકટ પમ્પીંગ કરતા આસામીઓ પકડાયેલ અને તેમની પાસેથી દંડ વસુલ કરવામાં આવેલ હતો.ઙ્ગ

આજરોજ વોર્ડ નં.૧૪ની વોટર ચેકીંગ સ્કવોડ દ્વારા ધર્મજીવન સોસાયટીમાં અક્ષર એપાર્ટેમેન્ટ ખાતે ડાયરેકટ પમ્પીંગ કરતા બે આસામીઓ પાસેથી દંડ પેટે રૂ.૪૦૦૦ વસુલ કરવામાં આવેલ હતા તેમજ અન્ય એક આસામીએ દંડની રકમ ભરવા ઇન્કાર કરતા મોટર જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી, જે પણ આસામી દ્વારા પાણી ચેકિંગ  કરવા દેવામાં ન આવતા વીજીલન્સ ટીમને બોલાવવામાં આવી હતી અને વીજીલન્સ ટીમની હાજરીમાં મોટર જપ્તીની કાર્યવાહી કરવામાં આવેલ હતી. ઉપરાંત આસપાસના વિસ્તારોમાં નાગરિકોને પાણી બગાડ ન કરવા તેમજ ડાયરેકટ પમ્પીંગ ન કરવા જાગૃત કરવામાં આવેલ હતા.

આ સમગ્ર કાર્યવાહી ટીમ લીડર શૈલેશ મહેતા, ડેપ્યુટી એન્જીનીયર જી.જે.સુતરીયા, આર.જી.પટેલ, વોર્ડ ઓફીસર આરતી નિમ્બાર્ક તેમજ આસી. એન્જીનીયર આર.આર.શાહ, સેનેટરી ઇન્સપેકટર ડી.કે.વાજા અને ફીટર દિલીપ મિરાણી દ્વારા કરવામાં આવેલ હતી.

(4:24 pm IST)
  • રાફેલ મામલો :સુપ્રીમ કોર્ટે કહ્યું પહેલા કેન્દ્ર સરકારની આપત્તિઓ પર નિર્ણય લેવાશે :પીઠે કહ્યું કે કેન્દ્ર દ્વારા ઉઠાવેલ પ્રારંભિક વાંધા પર ફેંસલોઃ કર્યા બાદ મામલાના તથ્યો પર વિચારણા કરાશે access_time 1:30 am IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2 સીટ ઉપરથી લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચા : અમેઠીમાં 3 ટર્મથી ચૂંટાઈ આવતા રાહુલ ગાંધી માટે બીજી સીટ દક્ષિણ ભારતમાંથી પસંદ થાય તેવી શક્યતા : મહારાષ્ટ્ર અથવા મધ્યપ્રદેશની સલામત ગણાતી સીટની પણ પસંદગી થઇ શકે તેવું જાણકારોનું મંતવ્ય access_time 8:14 pm IST

  • ઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST