Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

કાલે ડેરીના ચેરમનની ચૂંટણી મતદાર સભ્યો 'સલામત' સ્થળે

દુધમાં 'દાઝેલા' શાસકો છાશ ફુકી ફુકીને પીએ છે

રાજકોટ, તા.૧પ : જિલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘના, ચેરમેનની ચંૂટણી આવતીકાલે શુક્રવારે સાંજે પ વાગ્યે યોજાનાર છે. ગોવિંદભાઇ રાણપરિયાને ફરી ચેરમેન બનાવવાનો માર્ગ મોકળો થઇ ગયાનો શાસક જુથનો દાવો છે. ૧૪ મતદાર સભ્યો પૈકી મોટા ભાગનાને કંડોરણા અને ગાંધીનગર તરફ રાજકીય સલામત સ્થાને ખસેડવામાં આવ્યા છે. કાલે કોઇ અણધાર્યો ઝંઝાવટ ન થાય તો  રાણપરીયા ફરી અઢી વર્ષ માટે ચૂંટાઇ જશે. ચેરમેનની ચૂંટણી બિનહરીફ કરાવવા માટે મંત્રી જયેશ રાઇડયા, મગનભાઇ વડાવિયા , અરવિંદ વાળા વગેરે જહેમત ઉઠાવી રહયા છે.

(4:28 pm IST)