Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ગાંધીગ્રામમાં મકાનમાંથી દારૂની ૧ર બોટલ સાથે સમીર ગોસ્વામી પકડાયો

રાજકોટ તા. ૧પ : ગાંધીગ્રામમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મકાનમાંથી દારૂની ૧ર બોટલ સાથે બાવાજી શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ.એચ.આર. ભાટુના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના પી.એસ.આઇ. આર.જે.જાડેજા, હેડ કોન્સ. ઘનશ્યામભાઇ, યુવરાજસિંહ, વનરાજભાઇ લાવડીયા તથા શૈલેષભાઇ પટેલ સહિત પેટ્રોલીંગમા હતા ત્યારે યુવરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ગાંધીગ્રામ શેરી નં. ૧૧માં એક મકાનમાં દરોડો પાડી રૂ.૪પ૦૦ની કિંમતની દારૂની ૧ર બોટલ સાથે સમીર પ્રણવભાઇ ગોસ્વામી (ઉ.રર) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:15 pm IST)