Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ગંજીવાડામાં જાહેરમાં જૂગાર રમતાં પાંચ પકડાયા

રાજકોટ તા. ૧૫: ગંજીવાડા મેઇન રોડ પર મહેઝબીન પાન પાછળની શેરીમાં જાહેરમાં જૂગાર રમવા બેઠેલા પાંચ શખ્સોને થોરાળા પોલીસે પકડ્યા હતાં.

પી.આઇ. ચુડાસમાની રાહબરીમાં હેડકોન્સ. જાહીરભાઇ ખફીફ, ફિરોઝભાઇ શેખ, વિજય મેતા, મશરીભાઇ, રોહિત કછોટ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળતાં ગંજીવાડામાં દરોડો પાડી વિજય ગોરધનભાઇ રંગપરા (ઉ.૩૬-રહે. ગંજીવાડા), રાજેશ શામજીભાઇ સોલંકી (ઉ.૨૪-રહે. નવાગામ છપ્પનીયા કવાર્ટર), મુકેશ પ્રભુદાસ ગોંડલીયા (ઉ.૨૮-રહે. રાજકોટ), સાજીદ સલીમભાઇ પઠાણ (ઉ.૪૨-રહે. હૈદરી ચોક, દુધ સાગર રોડ) અને મહેશ ગોવિંદભાઇ જાડા (ઉ.૨૫-રહે. ગંજીવાડા-૪૩)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૬૫૮૦ની રોકડ કબ્જે લીધી હતી. જેમાં વિજય રંગપરા પાસેથી રૂ. ૨૦૦નો ૧૦ લિટર દેશી દારૂ પણ મળતાં અલગ ગુનો નોંધાયો હતો. અશોક ઉર્ફ લાલો દારૂની બે બોટલ મુકી ભાગી ગયો

લાલો, કિશન અને બે અજાણ્યા વિદેશી દારૂ મુકી ભાગ્યા

એ-ડિવીઝનના એસ.એન. જાડેજા, નરેશભાઇ ઝાલા સહિતે નવયુગપરા-૫ ઇંટોના ભઠ્ઠા પાસે દરોડો પાડતાં થોરાળા રામનગરનો અશોક ઉર્ફ લાલો સિંધવ રૂ. ૬૦૦નો બે બોટલ દારૂ મુકી ભાગી ગયો હતો. જ્યારે બી-ડિવીઝન ડી. સ્ટાફના વિરમભાઇ ધગલે મોરબી રોડ સ્વસ્તિક સોસાયટીમાં દરોડો પાડી રૂ. ૧૫૦નો વિદેશી દારૂ ભરેલી બોટલ કબ્જે લીધી હતી. કિશન ખીંટ અને બે અજાણ્યા શખ્સો ભાગી ગયા હતાં.

દેશી દારૂ સાથે ૩ પકડાયા

નવયુગપરા-૪માંથી કિશન દિનેશભાઇ પરમારને રૂ. ૬૦ના દેશી દારૂ સાથે, રણુજા મંદિર લાપાસરી રોડ પરથી અતુલ વેલજીભાઇ ગામોટને રૂ. ૮૦ના દારૂ સાથે, કોઠારીયા સોલવન્ટ કવાર્ટરમાંથી પ્રવિણ વિનોદભાઇ ચાવડાને રૂ. ૧૦૦ના દેશી દારૂ સાથે પકડી લેવાયો હતો.

(4:03 pm IST)