Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

કાલે રાજકોટમાં ભૂકંપ અંગે ૫ સ્થળે મોકડ્રીલઃ તમામ ખાતાની સમય મર્યાદાની ચકાસણી

રાજકોટ, તા. ૧૫ :. ભૂકંપ આવે તો શું કરવું ? તે અંગે રાજ્ય સરકારે તૈયારીઓ આદરી છે. આ અંગે આવતીકાલે રાજ્યકક્ષાની મોકડ્રીલ જામનગર ખાતે યોજાવાની છે. આજે રાજકોટ સહિત રાજ્યભરના કલેકટરો સાથે સરકારના ડીઝાસ્ટર તંત્ર દ્વારા સ્પે. વીસી યોજાઈ હતી. રાજકોટમાં એડી. કલેકટર શ્રી હર્ષદ વોરા અને સંબંધીત ખાતાના તમામ વડાઓ હાજર રહ્યા હતા.

ભૂકંપ અંગેની મોકડ્રીલ સંદર્ભે રાજકોટમાં જીલ્લા ડીઝાસ્ટર તંત્રે આવતીકાલે રાજકોટમાં ૫ સ્થળે મોકડ્રીલ યોજી છે. જેમાં હોસ્પીટલ, શાળા-કોલેજો, શોપીંગ મોલ, હાઈરાઈઝ બિલ્ડીંગ અને સિનેમા ઘરનો સમાવેશ થાય છે. તમામ ખાતા ભયાનક ભૂકંપ સમયે સમય મર્યાદામાં પહોંચે છે કે કેમ અને કયા પ્રકારની કામગીરી કરે છે ? તેની ખાસ ચકાસણી થશે.

(3:58 pm IST)