Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

નગરપાલિકાઓને સમૃધ્ધ બનાવી વિકાસ સાધીશુ : ધનસુખભાઇ

ઉત્તર ગુજરાત અને માધ્યમિક ગુજરાતની પાલીકા-મહાપાલીકાના અધિકારીઓ સાથે વર્કશોપ : ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટના આધાર/માપદંડો અંગે માર્ગદર્શન

રાજકોટ : ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા સૌરાષ્ટ્રની ૬૭ નગરપાલિકાઓ અને સૌરાષ્ટ્રની ૪ મહાનગરપાલીકાઓના અપેક્ષીત અધિકારીઓ સાથે કેન્દ્રના ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટના માર્ગદર્શન અર્થે અમદાવાદ ખાતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ જિલ્લાની ૬૮ નગરપાલીકા તેમજ અમદાવાદ, ગાંધીનગર મહાપાલીકા માટે વર્કશોપ યોજાયો હતો. આ તકે અધ્યક્ષ અને ઉદ્દઘાટક તરીકે સંબોધન કરતા ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશનો વિકાસ થઇ રહ્યો છે ત્યારે નગરો, મહાનગરોને ફાળવાતી પુરતી ગ્રાન્ટનો લાભ ઉઠાવી તમામ નગરપાલીકાઓ-મહાનગરપાલીકાઓને સમૃધ્ધ બનાવી વિકાસ યાત્રાને આગળ ધપાવીશુ. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના નેતૃત્વવાળી ભાજપા સરકાર ગામડાઓથી લઇ શહેરીજનોને પુરતા પ્રમાણમાં પ્રાથમિક સુવિધાઓ આપવા પ્રયાસો હાથ ધરાય રહ્યા છે. ફાઇનાન્સ બોર્ડ દ્વારા ૧૬૭ નગરપાલીકા અને ૮ મહાપાલીકાઓના વિકાસ માટે પુરતી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના ૧૫ માં નાણાપંચની યોજના હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯ ની પરફોર્મન્સ ગ્રાન્ટની દરખાસ્તો તૈયાર કરવા આ તકે જાણકારી અપાઇ હતી. જયારે આગામી બે વર્ષનમાં કરવાની થતી કામગીરી અંગે મુલ્યાંકન વિષે પણ માહીતી અપાઇ હતી. શહેરી સ્થાનીક સંસ્થાઓને સ્વ મુલ્યાંકન સાથે પરફોર્મન્સ ગ્રાન્ટ  માટે ૩૦ મી સપ્ટેમ્બર સુધીમાં દરખાસ્ત મુકવા આહવાન કરાયેલ. મ્યુ. ફાઇનાન્સ બોર્ડ અધિકારી શ્રી પટ્ટણી, શ્રી દરજી, સી.એ. તુષારભાઇ અને જી.એસ.ટી.ની સમજ અપાયેલ. વર્કશોપમાં ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતની નગરપાલીકા અને મહાનગરપાલીકાના ચીફ ઓફીસર, એકાન્ટન્ટ, ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ, હિસાબનીશ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેલ. ઉપસ્થિત તમામનું ધનસુખભાઇ ભંડેરી (મો.૯૯૦૯૦ ૩૧૩૧૧) એ સ્વાગત કરી વર્કશોપ બધાને લાભદાયી બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. (૧૬.૨)     

(1:14 pm IST)