Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

રાજકોટથી વીરપુરની અનોખી પદયાત્રાનું પ્રસ્થાન :લંડનથી પણ 15થી વધુ ભાવિકો જોડાયા: માર્ગો જય જલારામના નાદથી ગૂંજ્યા

વિનાશકારી ભૂંકપમાં જીવ ગુમાવનાર લોકોની આત્માની શાંતિ માટે રઘુવીર યુવા સેના દ્વારા યોજાતી પદયાત્રાનો પીડીએમ કોલેજથી દિવ્ય પ્રારંભ

રાજકોટ : વર્ષ 2001માં કચ્છમાં આવેલ ભૂકંપના મૃતાત્માઓની શાંતિ માટે રાજકોટથી વિરપુર જવા માટે એક અનોખી પદયાત્રાનું આજે સાંજે પ્રસ્થાન થયું હતું.રાજકોટ રઘુવીર યુવા સેના દ્વારા આયોજિત પદયાત્રાના પ્રસ્થાન વેળાએ માર્ગો પર જય જલારામના નાદથી ગુંજી ઊઠ્યા હતા

 અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ રઘુવીર યુવા સેના દ્વારા પ્રતિ વર્ષ રાજકોટથી વીરપુર પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ પદયાત્રા વર્ષ 2001માં કચ્છ-ભુજમાં આવેલા વિનાશકારી ભૂંકપમાં જીવ ગુમાવનાર લોકોની આત્માની શાંતિ માટે યોજાય છે. રાજકોટથી વીરપુર પદયાત્રામાં દર વર્ષે અનેક લોકો જોડાય છે. 

આજે શનિવારે સાંજે રાજકોટ પી.ડી.એમ કોલેજથી જય જલારામના જયનાદ સાથે આ પદયાત્રા પ્રસ્થાન થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં જલારામભક્તો જોડાયા હતા.ઉપરાંત લંડનથી પણ 15 થી વધુ લોકોનું ગૃપ આ પદયાત્રામાં જોડાયું હતું. આ પદયાત્રા દરમિયાન અનેક સેવાભાવી લોકો ફૂડ-સરબત સહિતના સ્ટોલ લગાવી પદયાત્રીઓની સેવા પણ કરે છે.

  તસ્વીરમાં રાજકોથી વીરપુરની પદયાત્રામાં જોડાયેલ ભાવિકો ,માર્ગમાં ઠંડા પીણાં અને નારિયેળની સેવા આપતા ભાવિકો અને પૂ,જલારામબાપાનું પૂજન આરતી કરતા શ્રદ્ધાળુઓ નજરે પડે છે ( તસવીરો -હિરેન સૂબા )

(8:48 pm IST)