Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

કાલે રામાનંદી સાધુ સમાજના છઠ્ઠા સમુહલગ્નઃ ૧૫ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે

કરીયાવરમાં દીકરીઓને ૧૫૧ વસ્તુઓ અપાશેઃ સંતો- મહંતો આર્શીવચન પાઠવશેઃ રામાનંદી નવનિર્માણ સેનાના ૫૧ પ્રમુખો શપથ લેશે

રાજકોટ,તા.૧૫: શ્રી સમસ્ત રામાનંદી  સાધુ સમાજ ટ્રસ્ટ- રાજકોટ પ્રેરિત સમસ્ત રામાનંદી યુવા મંડળ- રાજકોટ દ્વારા આવતીકાલે તા.૧૬ને રવિવારે સવારે ૮ કલાકે છઠ્ઠા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજકોટના કોઠારીયા ગામ પાણીના ટાંકા સામે યોજાનારા છઠ્ઠા લગ્નોત્સવોમાં ૧૫ યુગલો પ્રભુતામાં પગલા માંડશે. સાથે રામાનંદી નવનિર્માણ સેનાના તાલુકા- શહેરના એકસાથે ૫૧ પ્રમુખોનો શપથ સમારોહ પણ યોજાશે. રામાનંદી નવનિર્માણ સેના રામાનંદી સાધુ સમાજમાં ચાલતી દરેક સંસ્થાને સંલગ્ન જોડાઈને સમાજમાં થતા છુટાછેટાના દુષણો અટકાવવા, લવ- જેહાદ અટકાવવું, ભદ્રોત્સવ નિમીતે લાણી પ્રથાબંધ કરવી જેવા વગેરે અનેક મુદાઓ સાથે કામગીરી કરશે. સમુહલગ્નોત્સવમાં દીકરીઓને કરીયાવરમાં ૧૫૧થી વધુ વસ્તુઓ કરિયાવર સ્વરૂપે આપવામાં આવશે.

આ પ્રસંગે સંતના સામૈયા, દિપ પ્રાગટ્ય, હસ્તમેળાપ, ભોજન સમારંભ તેમજ જાન વિદાયના કાર્યક્રમો સાથે રામાનંદી સાધુ સમાજના યુવાનોને વ્યસન મુકિતની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. શ્રી જગતગુરૂ શ્રી રામાનંદાચાર્ય સ્વામીશ્રી રામાચાર્યજી મહારાજ (પાલડી- અમદાવાદ), મહામંડલેશ્વર મહંતશ્રી લલીતકિશોરશરણજી (નિમ્બાર્ક પીઠ મોટામંદિર, લિંબડી), શ્રી કનૈયાદાસબાપુ, મહંતશ્રી ત્રીભોવનદાસબાપુ (સતાપર), મહંતશ્રી અવધેશબાપુ (ગુણેશ્વર ધામ) વગેરે નવદંપતિઓનો આર્શીવચન પાઠવશે.

આ સમારંભમાં શ્રી અંજલીબેન રૂપાણી (મહીલા મોરચા અધ્યક્ષ, ભાજપ), મેયરશ્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિન મોલીયા, ધારાસભ્ય સર્વેશ્રી ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, સ્ટેન્ડિગ કમિટિ ચેરેમન ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, શ્રી અનીતાબેન ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહેશે.

આયોજનને સફળ બનાવવા રામાનંદી સાધુ સમાજના મહંતશ્રી અવધેશબાપુ (ગુણેશ્વર ધામ), શ્રી પ્રવિણભાઈ દેવમુરારી, યુવા પ્રમુખ નિખીલભાઈ નિમાવત, ઉપપ્રમુખ રાજેશભાઈ નિમાવત, સચિવ હિતેષભાઈ નિમાવત, મહામંત્રી કલ્પેશભાઈ પુર્ણવૈરાગી, કેતનભાઈ લશ્કરી, કિશોરભાઈ દેવમોરારી, રજનીભાઈ રામાવત, વિમલભાઈ કિલજી, ખજાનચી રાજુભાઈ કુબાવત, સહખજાનચી જીતેન્દ્રભાઈ વિષ્નુસ્વામી, મંત્રી કૌશિકભાઈ દેવમુરારી, મિડીયાસેલ મંત્રી ભાવેશભાઈ રામાવત, કારોબારી સુધીર નિમાવત, આશીષ નિમાવત તથા સ્ટુડન્ટ યુનિયન દેવ નિમાવત  અને સભ્ય રામાવત ધર્મેશ, લશ્કરી અમિત, દેવમુરારી અમિત, ભડીંગજી મયુરભાઈ, પુર્ણવૈરાગી ધવલ, પુર્ણવૈરાગી નરેન્દ્ર, નિમાવત હિતેષભાઈ, કુબાવત આનંદ, અગ્રાવત તેજસ, અગ્રાવત ભાવિક, દેવમુરારી કમલેશ, પુર્ણવૈરાગ કિશનભાઈ, અગ્રાવત જયદિપભાઈ, દેવમોરારી મહેશભાઈ, રામાવત કલ્પના, નેનુજી કલ્પેશ, નિમાવત રાજુભાઈ, કુબાવત પ્રતિભાબેન અગ્રાવત અંજલી, કાનો કુબાવત વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:49 pm IST)