Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

પ્રહલાદ પ્લોટમાંથી ભુલા પડેલા ૬ વર્ષના સાગરને શોધી કાઢતી એ ડીવીઝન પોલીસ

રાજકોટઃ પ્રહલાદ પ્લોટ શેરી નં. ર૬માં ભુલો પડેલ એક ૬ વર્ષનો બાળક એક જાગૃત મહીલા નાગરીકને મળી આવતા તે મહિલા બાળકને લઇને એ ડીવીઝન પહોચી હતી. બાદ  પીઆઇ સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ક્રિપાલસિંહ ઝાલા તથા કોન્સ. સંજયભાઇ જાદવે બાળકનુ઼ નામ પૂછતા તેણે પોતાનું નામ સાગર જણાવ્યું હતું અને તે વિરપુર રહે છે. તે માતા-પિતા સાથે રાજકોટ કાકીના ઘરે આવ્યો હોવાનું જણાવ્યું હતું. બાદ પોલીસે તાકીદે બાળકને સાથે રાખી પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં તપાસ કરતા શેરી નં. રમાંથી તેના પરીવારજનોને શોધી કાઢયા હતા. ૬ વર્ષનો સાગર રમતા-રમતા ભુલો પડી ગયો હતો. બાદ પોલીસે બાળકને તેના પિતા અર્જુનભાઇ કરણભાઇ સાવનને સોંપતા પરીવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

(3:48 pm IST)