Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

અમેરિકા નાદંપતીએ બાળકીને દત્તક લીધી : કલેકટર રેમ્યા મોહનજીની ઉપસ્થિતિમાં સમારોહ

રાજકોટ : અહિંના ગોંડલ રોડ, રાજકોટ ખાતે કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ આંગણે દત્તક સમારોહ ઉજવવામાં આવેલ હતો. સંસ્થાની સ્થાપના મોરબીના મહારાજા શ્રી હરભમસિંહે ૧૯૦૭માં કરેલ હતી. સંસ્થાનો ઉદેશ્ય સમાજના તરછોડાયેલ, ત્યજેલ બાળકોને આશ્રય, હૂફ, પ્રેમ આપી સમાજમાં પુનઃસ્થાપિત કરવાનો છે. આ ગરીમાને જાળવી રાખતા હાલ સરકારશ્રી અને બાળ કલ્યાણ સમિતિ, ચાઇલ્ડ હેલ્પલાઇન, સંસ્થાના પારણામાં તેમજ પોલીષ મારફત બાળકો આ સંસ્થામાં આવતા હોવાનું યાદીમાં  જણાવાયું  છે. એક વર્ષ પહેલા પારણામાં પ્રસાદીરૂપે આવેલ બાળકી સ્તુતિને જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનજીના હસ્તે યુ.એસ.એ.ની એન્દ્રીડ મિશલને શોપવામાં આવતા હાજર મહેમાનો આંનદિત  થયા હતા. સંસ્થાના પ્રમુખશ્રી હરેશભાઇ વોરાએ કામગીરીનો ચિતાર આપતા સંસ્થામાં અત્યાર  સુધીમાં કુલ ૪૫૮૫ નવજાત બાળકો, અને શોષણ ભોગ બનનાર ૮૧૩ ગર્ભવતી બહેનોને આશ્રય આપેલ. આવેલ બાળકોમાંથી અનેક બાળકોનું દેશ અને પરદેશમાં પુનઃસ્થાપન થયેલ હોવાનું જણાવાયું છે.

આજ પ્રસંગે મુખ્ય મહેમાન રાજકોટના કલેકટરશ્રી રેમ્યા મોહને જણાવેલ હતું કે, કાઠીયાવાડ બાલાશ્રમની કામગીરી સરહાનીય છે. તેઓ પણ  ભૂમિમાંથી સકારાત્મક ઉર્જા મેળવતા હોવાનું જણાવી ટ્રસ્ટીઓને શુભેચ્છા પાઠવી હતી. આ  પ્રંસગે જીલ્લા સુરક્ષા અધિકારી શ્રી મેહુલગીરી ગૌસ્વામી, ડી.સી.પી.ઓ. શ્રીમીત્સુબેન લેબવાળા શ્રી મૌલેશભાઇ ઉકાણી વિ. હાજરી આપેલ હતી. કાર્યક્રમનું સંચાલન ડો. રાજુભાઇ કોઠારીએ કરેલ હતું.

(3:46 pm IST)