Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

સગીરા ઉપરના બળાત્કાર પોકસોના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા., ૧૫: ૧૧ વર્ષની સગીર બાળા પર થયેલ બળાત્કારના ગુન્હામાં આરોપી પારસ હસમુખભાઇ ચણીયાણાના જામીન મંજુર કરવાનો ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો.

મહિલા પો.સ્ટે. રાજકોટના આરોપી પારસ હસમુખ કોળી ઉપર ફરીયાદીએ તેના ૧૧ વર્ષની સગીર પુત્રી ઉપર થયેલ બળાત્કારના ગુન્હામાં ઇ.પી.કો.ની કલમ ૩૭૬, ૩પ૪ તથા પોકસો અંગેની ફરીયાદ મહિલા પો.સ્ટે.માં થતા આરોપી પારસની ધરપકડ કરેલ અને ચાર્જશીટ થતા જામીન અરજી કરેલ હતી.

એડવોકેટ અશ્વીનભાઇ ગોસાઇએ તથા ખીલનભાઇ ચાંદ્રાણીએ ગુજરાત હાઇકોર્ટમાં દલીલ કરી જણાવેલ કે ભોગ બનનારની ફરીયાદને મેડીકલ એવીડન્સ સમર્થન આપતો નથી તેના પર કોઇ બળજબરી થયેલ હોય તેવા ચિન્હો દેખાતા નથી પાડોશીના હોવાના નાતે અને થયેલ ઝગડાને ગંભીર ગુન્હાનું સ્વરૂપ આપી ફરીયાદીએ ખોટી હકીકતવાળી ફરીયાદ કરેલ આરોપીનો કોઇ ગુન્હાહીત ભુતકાળ ન હોય અને અન્ય સાહેદોનું પણ ચાર્જશીટમાં ઝગડો થયેલ છે તેવું જણાઇ આવેલ છે જેથી આ દલીલ ધ્યાને રાખીને ગુજરાત હાઇકોર્ટે આરોપી પાસે રૂ. ૧૦,૦૦૦ના જામીન ઉપર મુકત કરેલ છે.

આ કામે ત્હોમતદાર વતી રાજકોટના એડવોકેટ પિયુષભાઇ શાહ, ધારાશાસ્ત્રી અશ્વીનભાઇ ગોસાઇ, નામદાર ગુજરાત હાઇકોર્ટના ખીલનભાઇ ચાંદ્રાણી તથા નિતેષ કથીરીયા, નિવીદ પારેખ, મોહીતભાઇ ઠાકર, હર્ષીલ શાહ,ઘનશ્યામ વાંક, કશ્યપ ઠાકર, રવિ મુલીયા, નેહાબેન વ્યાસ, જીતેન્દ્ર ધુળકોટીયા, વિજય પટગીર વિગેરે રોકાયેલ હતા.

(3:27 pm IST)