Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

પ્રોહીબીશનના ગુનામાં રૈયાધારના ભરવાડ શખ્સને જામીન પર છોડવા કોર્ટનો હુકમ

રાજકોટ, તા. ૧પ : રાજકોટ શહેરમાં રૈયાધાર મુકામે રહેતા નાજાભાઇ નથુભાઇ સભાડ (ભરવાડ)ને પ્રોહી. એકટની કલમ ૬પ (ઇ), ૧૧૬(બી), ૯૮(ર), ૮૧,૮૩ના કામે આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા ગત તા.૧૯-૧-ર૦ર૦ના રોજ ધરપકડ કરવામાં આવેલ હતી જેને સેસન્સ કોર્ટે જામીનપર છોડવાનો હુકમ કરેલ છે.

આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગત તા. ૧૯/૦૧/ર૦ના રોજ પ્રોહી. એકટની કલમ ૬પ(ઇ), ૧૧૬(બી), ૯૮(ર), ૮૧,૮૩, મુજબનો ગુન્હો નોંધી ટાટા કંપનીના ૪૦૭ વાહન જીજે૧૩-ટી-૬૩૭૭ તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૯ર૪ જેની કિંમત રૂ.૩,રપ,ર૦૦ મુદામાલ કબ્જે કરી આ કામના આરોપીને અટક કરી કોર્ટમાં રજુ કરવામાં આવેલ હતો અને કોર્ટ દ્વારા આરોપીને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ હતો.

ત્યાર બાદ આ કામના આરોપી વતી એડવોકેટ દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારવામાં આવતા એડવોકેટ કરેલ દલીલો અને રજુ રાખેલ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવલ સિદ્ધાંતો તથા વડી અદાલતના રજુ રાખેલ ચૂકાદાઓ ધ્યાનમાં રાખી રાજકોટ પ્રિન્સીપાલ એન્ડ ડીસ્ટ્રીકટ કોર્ટના જજ શ્રી ગીતા ગોપી મેડમે ઉપરોકત આરોપીને આ ગુન્હાના કામ સબબ જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી વતી યુવા એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, એમ.એન. સિંધવ રોકાયેલા હતાં.

(3:26 pm IST)