Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

આર્ટ ગેલેરીમાં હાથશાળ- હસ્તકલાની ચીજવસ્તુઓના પ્રદર્શનનો પ્રારંભઃ આવતીકાલે ક્રાફટ ફેશન શો

પટોળા, સાડી, બાંધણી, પેઈન્ટીંગ જેવી ચીજવસ્તુઓનું પ્રદર્શન ૧૮મી સુધી ચાલશેઃ જાહેર જનતાને આમંત્રણ

રાજકોટ,તા.૧૫: ગુજરાત રાજય હાથશાળા અને હસ્તકલા વિકાસ નિગમ લી. દ્વારા આજથી તા.૧૮ દરમ્યાન આર્ટ ગેલેરી, બાલભવન, રેસકોર્ષ ખાતે ગુજરાતની હાથશાળા અને હસ્તકલાની ઉત્કૃષ્ઠ ચીજવસ્તુઓનું પ્રદર્શન કાફટ ફેશન શો યોજવામાં આવશે.

મહેરા સિંધએ જણાવ્યું હતું કે લુપ્ત થતી કલાને જીવંત રાખવા માટે તેમજ કારીગરોને રોજગારી મળે તેવા ઉમદા હેતુથી પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. રાજકોટ,  સુરેન્દ્રનગર, બરોડા સહિતના શહેરોમાંથી  કલાકારો આવશે. કલાત્મક ચિજવસ્તુઓનું પ્રદર્શનમાં મુકી વેચાણ કરી ગ્રાહકો સાથે સીધો સંપર્ક કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.

રણવિરસિંહ સિસોદીયા (ઈવેન્ટ મેનેજમેન્ટ)એ કહ્યું હતું કે, તા.૧૬મીએ કાફ્રટ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજયોના કારીગરો તેમની વિચાર શકિત અને કુદરત તરફથી મળેલ અપ્રતિમ સર્જન શકિતથી કલાત્મક ચીજવસ્તુઓનું સર્જન કરીને તેનું દેશ- વિદેશમાં વેચાણ કરવામાં આવે છે.

ગુજરાતની બાંધણી, પટોળા, સાડી, પીઠોરા પેઈટીંગ જેવી વિવિધ અનન્ય કલાએ રાજયને આંતરરાષ્ટ્રીય સ્તરે કલાએ રાજયને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના આપી છે. હસ્તકલાની ચીજવસ્તુઓના પ્રદર્શનનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ અપાયું છે. આ પ્રદર્શનનું ઉદ્દઘાટન ઠાકરો સાહેબ માંધાતાસિંહજી જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું.

(3:24 pm IST)