Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

વોર્ડ નં. ૧૫ના વિવિધ વિસ્તારમાં ડામર કામનો પ્રારંભઃ કોંગી કોર્પોરેટરના પ્રયત્નો સફળ

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧૫માં નવા થોરાળા, હૈદરી ચોક, ભગવતી સોસાયટી, મનહરપરા વિસ્તારોમાં પેવર (ડામર) કામો કરવા કોંગ્રેસના કોર્પોરેટરોએ માંગણી કરેલ હતી. એ અન્વયે મ્યુ. કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં ડામર કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતું. આ કામના પ્રારંભમાં મ.ન.પા.ના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણી, ભાનુબેન સોરાણી, મારૂબેન હેરભા, વોર્ડ પ્રમુખ વાસુભાઈ ભંભાણી, પ્રવીણભાઈ સોરાણી, રામભાઈ હેરભા, નરેશભાઈ પરમાર, અરવિંદ મુછડીયા, હિરાભાઈ ચાવડા, લલીત પરમાર, કાળુભાઈ સોલંકી, હબીબભાઈ દાઉદાણી, ઈશોદ લાસારી, અકબરભાઈ પતાણી, અશરફભાઈ દલ, ભીખુભાઈ રાઉમા, વાહીદભાઈ રાઉમા, મહંમદઅલી ચાનીયા, રમજાન રાઉમા, સુરેશભાઈ રાઠોડ, વશરામભાઈ ચાંડપા, હિરાલાલ પરમાર વગેરે આગેવાનો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:24 pm IST)