Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

વેરા શાખા દ્વારા બજરંગ વાડી-પરમેશ્વર ઇન્ડ.-યોગેશ્વર ઇન્ડસ્ટ્રીઝ સહિતના વિસ્તારમાં ૨૭ મિલ્કતોને તાળા

બાકી મિલ્કત વેરો વસુલવા ત્રણેય ઝોનમાં કડક કાર્યવાહીઃ ૫૬ મિલ્કતને જપ્તની નોટીસઃ આજે ૩૨.૭૦ લાખની વસુલાત

રાજકોટ,તા.૧૫: મ્યુ.કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નો લક્ષ્યાંક પૂર્ણ કરવા બાકી મિલ્કત ધારકો પાસેથી વેરો વસુલવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે આજે શહેરના વિવિધ વિસ્તારમાં ૨૭ મિલ્કત સીલ તથા ૫૬ને જપ્તીની નોટીસ ફટકાટી રૂ.૩૨.૭૦ લાખની આવક થવા લાગી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ વેરા શાખા દ્વારા આજે બાકી મિલ્કત વેરા વસુલાત વોર્ડ નં- ૨માં બજરંગવાડી વિસ્તારમાં ૩- કોમર્શીય્લ યુનિટને બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપેલ. વોર્ડ નં- ૩માંજંકશન પ્લોટ માં આવેલ ૧૦-યુનિટને નોટીસ આપેલ અને રીકવરી રૂ.૨,૭૦,૦૦૦/-વોર્ડ નં- ૫માં  કુવાડવા રોડ પર આવેલ 'હેપી બેન્કવેટ' યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૩,૭૭,૦૦૦/-

વોર્ડ નં- ૬માં 'જયંતીભાઈ ભુરાભાઈ ધરજીયા'ના યુનિટ સામે બાકી માંગણાના રીકવરી ૨૫,૦૦૦/-,'સૂર્યોદય પ્લાસ્ટિક'ના યુનિટ સામે બાકી માંગણાના રીકવરી ૨૮,૦૦૦/-વોર્ડ નં- ૭ માં 'સદગુરુ આર્કેડ'માં આવેલ કુલ -૫ યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે,ગોંડલ રોડ પર આવેલ ૪-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૩,૮૧,૦૦૦/-

વોર્ડ નં- ૮માંરાજનગરમાં આવેલ 'ડેકોર પ્લાઝા' માં ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ. ૧,૩૨,૦૦૦/- ,અક્ષરમાર્ગ પર આવેલ 'મિનેશભાઇ જે. સોલંકી' ના ૫-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૫,૧૦,૦૦૦/- ,અમીનમાર્ગ પર આવેલ 'બાન લેબ' ના યુનિટના બાકી માંગણા સામે રીકવરી ૧,૫૦,૫૬૦/- વોર્ડ નં- ૯માં'બકરાણીયા દિલીપભાઈ' ના યુનિટ સામે બાકી માંગણાના રીકવરી ૧,૨૯,૮૨૦/-વોર્ડ નં- ૧૦ માં રૈયા ચોકડી પાસે આવેલ 'બીપીનભાઇ સોમૈયા' ના યુનિટ બાકી માંગણા સામે રીકવરી ૪૭,૮૮૦/- વોર્ડ નં- ૧૨માંઓમનગર વિસ્તારમાં ૨-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧,૦૮,૩૨૦/-વોર્ડ નં- ૧૩ માંવૈદવાડી વિસ્તારમાં ૨-યુનિટને નોટીસ આપેલ તથા રીકવરી રૂ.૫૦,૦૦૦/-, ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાં ૩-યુનિટને નોટીસ આપેલ તથા રીકવરી રૂ.૬૦,૦૦૦/-વોર્ડ નં - ૧૫ માંવરર્ધમાન ઇન્ડ. એરીયામાં ૪- યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૩,૩૧,૦૦૦/-વોર્ડ નં- ૧૭ માં પરમેશ્વર ઇન્ડ. એરીયામાં ૫-યુનિટને જપ્તીની નોટીસ આપેલ. યોગેશ્વર ઇન્ડ. એરીયામાં ૫-યુનિટને જપ્તીની નોટીસ આપેલ. વોર્ડ નં- ૧૮ માં કોઠારીયા રોડ પર 'કાંતાબેન પીપળીયા' ના ૭-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૪ લાખ સહિત કુલ ૨૭ મિલ્કત સીલ મારેલ તથા ૫૬-મિલ્કતોને જપ્તીની નોટીસ આપીશ. રૂ.૩૨.૭૦ લાખની વસુલાત કરી હતી.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટરઓ તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નર હરિશ કગથરા, સમીર ધડુક તથા વી.એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(3:20 pm IST)