Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

૨૦૦૫માં પકડાયેલા ૯ કિલો ગાંજાનો કોર્ટના આદેશથી નાશ કરાયો

ડીસીપી, અસીપી, એસઓજી, યુનિવર્સિટી તથા મહિલા પોલીસ મથકના પીઆઇ અને કોલેજના છાત્રોની હાજરીમાં કાર્યવાહી

રાજકોટઃ માલવીયાનગર પોલીસ મથક હેઠળ નોંધાયેલા એનડીપીએસના કેસમાં ૨૦૦૫માં નવ કિલો જેટલો ગાંજો પકડાયો હતો. આ ગાંજાનો નાશ કરવાનો કોર્ટએ આદેશ આપતાં આજે ડીસીપી રવિમોહન સૈની, એસીપી પી. કે. દિયોરા તેમજ એસઓજી પીઆઇ આર.વાય. રાવલ, યુનિવર્સિટી પીઆઇ આર. એસ. ઠાકર, મહિલા પોલીસ મથકના પીઆઇ એસ. આર. પટેલ તેમજ અન્ય સ્ટાફ અને વ્યસન મુકિત અભિયાન સાથે જોડાયેલા છાત્રોની હાજરીમાં આ કાર્યવાહી થઇ હતી. ખાડો ખોદી ગાંજો અંદર નાંખી જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી દેવાયો હતો. તસ્વીરમાં આ કાર્યવાહીના દ્રશ્યો જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:19 pm IST)