Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

બોર્ડની પરીક્ષા અંગે સરકારે લીધેલ નિર્ણયને કોચીંગ કલાસના શિક્ષકો દ્વારા આવકાર

રાજકોટ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ શિક્ષણલક્ષી ઐતિહાસિક નિર્ણય બદલ ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએશન (ગુજરાત) તથા કોચિંગ કલાસીસ ઓર્નસ એસોસિએશન (રાજકોટ જિલ્લો) દ્વારા સરકારશ્રી તેમજ નિયામકશ્રી દ્વારા લેવાયેલ નિર્ણયને આવકારી અભિનંદન પાઠવાયા છે.

કોચિંગ કલાસ ઓનર્સ એસો. ની યાદીમાં જણાવાયું છે કે આ બાબતે વાલીઓને ચિંતા કરવાની જરૂર નથી એકસમાન અભ્યાસક્રમ હોવાથી કોઇપણ પ્રકારની વધારાની રેફરન્સ બૂકોનું ભરણ નહિ રહે ઉપરાંત પહેલેથી જ બોર્ડની પરિક્ષાની ટેવ પાડતા હતાશ કે નિરાશ નહિ બને. ઉલટાનું ખરા અર્થમાં ''ભાર વિનાનું ભણતર'' નો ખ્યાલ ચરિતાર્થ થશે. અને નબળા વિદ્યાર્થીઓ માટે અલગ શિક્ષણ પધ્ધતિનો વિચાર પણ આવકાર લાયક છે જેમાં આ પ્રકિયા માટે સરકાર જીએસઇબી, જીએસઇઆરટી વગેરેની મદદ લેશે જેથી પ્રકિયા સરળ બનશે.

તસ્વીરમાં કોચિંગ કલાસ ઓનર્સ એસો. રાજકોટના પ્રકાશભાઇકરમચંદાની (પ્રમુખ),ધર્મેશભાઇ છગ(ઉપપ્રમુખ), હાર્દિકભાઇચંદારાણા(જનરલ સેક્રેટરી), નિંકુજ ચનાભટ્ટી(એડવાઇઝરી હેડ), જયદિપ ગઢીયા(મીડીયા સલાહકાર), બૌધિક પારેખ(એડવાઇઝરી મેમ્બર)  એ યાદીના અંતમાં જણાવાયું છે. (તસ્વીર : સંદિપ બગથરીયા).

(3:18 pm IST)