Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

દરેક જ્ઞાતિના બહેનો માટે વિનામૂલ્યે

લોહાણા મહાજન દ્વારા કુકીંગ સ્પર્ધાઃ હાડકા તથા સાંધાની તકલીફ અંગે ઉપયોગી સેમિનાર

તા.૧૮/ર/ર૦ર૦, મંગળવારના રોજ સાંજે ૪ વાગ્યે કેસરીયા લોહાણા મહાજન વાડી, કાલાવડ રોડ ખાતે કુકીંગ સ્પર્ધા તથા ઓર્થોપેડીક માર્ગદર્શન સેમિનાર યોજાશે ઓર્થોપેડીક સેમિનારમાં રાજકોટ તથા સૌરાષ્ટ્રના નામાંકીત ઓર્થોપેડીક સર્જન ડો. નિશાંત ચોટાઇ માર્ગદર્શન આપશે. : કુકીંગ સ્પર્ધા માટે લોહાણા મહાજન વાડી (સાંગણવા ચોક અને કાલાવડ રોડ) ખાતે સવારે ૧૦ થી ૧ દરમ્યાન રૂબરૂ ફોર્મ ભરવું તથા ઓર્થોપેડીક સેમિનાર માટે મો.નં. ૯૪ર૭૪ ૩૮૧૧૭ ઉપર નામ નોંધાવવું.

રાજકોટ તા. ૧પ : રાજકોટ લોહાણા મહાજન દ્વારા સામાજીક, શૈક્ષણિક, સેવાકીય, સાંસ્કૃતિક તથા આરોગ્યલક્ષી સમાજોપયોગી પ્રવૃતિઓ અવિરતપણે ચાલતી રહે છે.આ પ્રવૃતિઓના ભાગરૂપે તા.૧૮/ર/ર૦ર૦, મંગળવારના રોજ સાંજે ૪ વાગ્યે કેસરીયા લોહાણા મહાજન વાડી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે દરેક જ્ઞાતિના બહેનો માટે વિનામૂલ્યે કુકીંગ સ્પર્ધા (શિયાળુ પાક જેમાં કોઇપણ પ્રકારની મીઠાઇ-વાનગી બનાવી શકાશે) તથા હાડકા અને સાંધાની તકલીફ, સંભાળ અને સમાધાન સંદર્ભે અતિ ઉપયોગી ઓર્થોપેડીક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. કુકીંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે સાંગણવા ચોક લોહાણા મહાજનવાડી તથા કેસરીયા લોહાણા મહાજનવાડી, સંકિર્તન મંદિર પાસે, વોકહાર્ટ હોસ્પિટલ સામેની શેરીમાં, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા દરમ્યાન રૂબરૂમાં રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા યાદીમાં જણાવાયું છે. રવિવારે પણ ફોર્મ ભરી શકાય છે. ઉપરાંત હાડકા તથા સાંધા (ગોઠણ અથવા થાપાના સાંધા)ની તકલીફ, સંભાળ અને સમાધાન અંગેના માર્ગદર્શન-સેમિનાર માટે રીટાબેન જોબનપુત્રા-કોટક (મો.નં.૯૪ર૭૪ ૩૮૧૧૭) ને ફોન ઉપર નામ નોંધાવી શકાય છે. કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા પણ રાખેલ છે.

આજે ઘરે-ઘરે હાડકા અને સાંધાની તકલીફ ખૂબ જ સામાન્ય થઇ ગઇ છે ત્યારે ૪૦ વર્ષની ઉંમર પછી બહેનોને ખાસ કાળજી રાખવી જરૂરી હોય છે. હાડકા અને સાંધાની સંભાળ, સમસ્યા અને નિવારણ-સમાધાન અંગે લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ અને જી.ટી.શેઠ, હોસ્પિટલ રાજકોટ તથા સમગ્ર સૌરાષ્ટ્રના નામાંકિત-અનુભવી જોઇન્ટ રીપ્લેશનમેન્ટ તથા ઓર્થોપેડીક સર્જન ડો. નિશાંતભાઇ ચોટાઇ ઉપયોગી માર્ગદર્શન આપશે. ઓર્થોપેડીક સેમિનારમાં જોહન્સન એન્ડ જોહન્સન કંપની (મેનેજર જીતેન્દ્રભાઇ લાખાણી) નો સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે.

રાજકોટ લોહાણા મહાજન દ્વારા એજયુકેશન, મેડીકલ, સમાજસેવા, સાંસ્કૃતિક, બિઝનેસ, પ્રોફેશ્નલ વિગેરે ક્ષેત્રે સતત જ્ઞાતિ હિત તથા સમાજ ઉત્કર્ષના કાર્યો થાય તે માટે અકિલાના મોભી અને જ્ઞાતિશ્રેષ્ઠીશ્રી  કિરીટભાઇ ગણાત્રાના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, ઉપપ્રમુખ યોગેશભાઇ  પૂજારા (પૂજારા ટેલિકોમ), કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, સંયુકત મંત્રીઓ ડો.હિમાંશુભાઇ ઠક્કર તથા રીટાબેન કોટક, ઇન્ટરનલ ઓડીટર ધવલભાઇ ખખ્ખર,  ડો.પરાગભાઇ દેવાણી, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, હરીશભાઇ લાખાણી, જીતુભાઇ ચંદારાણા, ડો.આશિષભાઇ ગણાત્રા,  એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, રીટાબેન કુંડલીયા, રંજનબેન પોપટ, અલ્પાબેન બરછા, શૈલેષભાઇ પાબારી, જયશ્રીબેન સેજપાલ, એડવોકેટ જતીનભાઇ કારીયા, હિરેનભાઇ ખખ્ખર, મનસુખભાઇ (કિશોરભાઇ) કોટક, દિનેશભાઇ બાવરીયા, યોગેશભાઇ જસાણી, વિધીબેન જટાણીયા, પ્રદિપભાઇ સચદે, ધવલભાઇ કારીયા સહિતની સમગ્ર મહાજન સમિતિ ભારે જહેમત ઉઠાવી રહી છે.

(3:17 pm IST)