Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ઇન્કમટેક્સ સલાહકાર ધીરેન ભાઈ લોટિયાના આંગણે રસિયા અને ફૂલફાગનો દિવ્ય મનોરથ

ગો,108 મધુસુદનલાલજી ( પૂ, રુચિરબાવા )ના વચનામૃતનો લ્હાવો

રાજકોટ : સમસ્ત વૈષણવ સંપ્રદાય માટે વસંત મહોત્સવનો પ્રારંભ થનાર છે ,પૃષ્ટિ સંપ્રદાયમાં હરખની હેલી છવાઈ છે અને આજથી ફૂલફાગ મહોત્સવનો પ્રારંભ થયો છે  રાત્રે કરણપરામાં પ્રદ્યુમન સ્કૂલમાં શ્રીનાથજીનો પાટોત્સવ ઉજવનાર છે જે અંતગર્ત હોરી,ફૂલફાગ અને રસિયાનો દિવ્ય આયોજન થયેલ છે ત્યારે રાજકોટના જાણીતા ઇન્કમટેક્સ સલાહકાર ધીરેનભાઈ લોટીયાના આંગણે રસિયા અને ફૂલફાગનો દિવ્ય મનોરથ યોજાનાર છે

  દેશમાં પૃષ્ટિ સંપ્રદાયના વિવિધ ધાર્મિક સ્થળોએ વિશેષ યોગદાન અને સેવામાં અગ્રેસર રહેતા પરમ વૈષ્ણવ ધીરેનભાઈ લોટીયા પરિવારના આંગણે 2/7 પંચવટી સોસાયટી અમીનમાર્ગ ખાતે યોજાનાર રસિયા-ફૂલફાગના દિવ્ય કાર્યક્રમમાં ગો,108 મધુસુદનલાલજી ( પૂ, રુચિરબાવા ) વિશેષ પધરામણી થશે અને વૈષ્ણવોને વચનામૃતનો લ્હાવો આપશે આ અવસરે જાણીતા કીર્તનકાર અશોકભાઈ રાણપરા તેઓના વૃંદ સાથે હોળીના રસિયા અને ફૂલફાગની લ્હાણ પીરસશે

 આ અંગે પ્રશાંતભાઈ લોટિયાએ કહ્યું હતું કે તેઓના પરિવારમાં દાદી શ્રી હસુમતીબેન હસમુખરાય લોટીયા અને માતૃશ્રી જયશ્રીબેન ધીરેનભાઈ લોટિયાના ધર્મપરાયણ વૃત્તિથી પ્રેરિત થઈને તેના પરિવારમાં પૃષ્ટિ સંપ્રદાયની જ્યોત અખંડ રાખી રહ્યાં છે વર્ષ 1990થી આજ સુધી અનેકવખત શ્રીનાથજીની ધ્વજાજીની પધરામણી અને પૂ,રમેશભાઈ ઓઝાના વ્યાસસાને કથાનો અવસર પણ પ્રાપ્ત થયો છે જેનાથી પરિવાર ધન્યતાની લાગણી અનુભવે છે

(1:27 pm IST)