Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

આજે સાંજે ગીત સંગીત સંધ્યા

રાજકોટઃ તા.૧૫, દિલસુંદર કરાઓકે ગ્રુપ અને શ્રીશકિત એજયુકેશન ચેરીટેબલ  રાજકોટ દ્વારા ગીત-સંગીત સંધ્યા આજે તા.૧૫ના શનિવારે સાંજે ૫:૩૦ કલાકે ઇવનીંગ પોસ્ટ પાર્ક પ્રભુકૃપા હોસ્પીટલની સામે આરડીસીબેંકની બાજુમાં યોજેલ છે.

સીનીયર સીટીઝનો તથા ગીતસંગીત પ્રેમી શ્રોતાઓ માટે આયોજીત વિનામુલ્યે સંગીતસંધ્યામાં સંસ્થાના પ્રમુખશ્રી જયપાલસિંહ ઝાલા, આયોજનમાં એન્કરશ્રી નટુભાઇ બી રાઠોડ તથા દિલસુંદર કરાઓકે મ્યુઝીક ગ્રુપના કમીટી મેમ્બર-ઇવનીંગ પોસ્ટ પાર્ક મુખ્ય સંચાલક ગાયક શ્રી દિલીપભાઇ સોની તથા તેના ગાયકવૃન્દનો કલાકારોમાં સર્વશ્રી નિરૂબેન ડાભી, પ્રવિણભાઇ ડાભી, કાશ્મીરાબેન ગંગદેવ, ભાવેશ વ્યાસ, ભરતભાઇ ઢાકેચા, દિપકભાઇ કકકડ, મહેશભાઇ ચાવડા, બીપીનભાઇ ચાવડા ગાયકો દ્વારા  સંગીત સંધ્યામાં જુના- નવા હિન્દી ફિલ્મોના ગીત પીરસશે.

સંગીત પ્રેમીઓને કાર્યક્રમ માણવા  જયપાલસિંહ ઝાલા, નટુભાઇ બી રાઠોડ અને દિલીપભાઇ સોની દ્વારા અનુરોધ કરાયો છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(12:58 pm IST)
  • પુલવામાં શહીદોની શહાદતને દિવસે કર્ણાટકના હુબલીમાં પાકિસ્તાન ઝિંદાબાદ ના નારા : કાશ્મીરથી અભ્યાસ કરવા આવેલા ત્રણે સ્ટુડન્ટ્સે નારા લગાવતા લોકોએ ધોકાવ્યા : પોલીસે ધરપકડ કરી access_time 7:13 pm IST

  • સુરત ટેક્સટાઇલ્સ વેપાર સાથે સંકળાયેલ અનિલ નાથાભાઈ હિરપરાની જીએસટી વિભાગ દ્વારા ધરપકડ : 15,53 કરોડની ટેક્સ ક્રેડિટ અને 3,57 કરોડના બોગસ રિફંડ ક્લેમ કરવા મામલે કાર્યવાહી access_time 10:23 pm IST

  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજે આંબેડકરની મૂર્તિને માળા પહેરાવી : આરજેડી અને સીપીઆઈએ ગંગાજળ છાંટી મૂર્તિ શુદ્ધ કરી : ગઈકાલ શુક્રવારે બેગુસરાઈમાં સીએએના સમર્થનમાં નીકળેલી રેલી દરમિયાન ગિરિરાજના હસ્તે માળા ચડાવેલી મૂર્તિને અપવિત્ર થયેલી ગણી આજ શનિવારે ગંગાજળના પાણીથી શુદ્ધ કરાઈ : ભાજપ વિરુદ્ધ રોષ વ્યક્ત કરાયો access_time 7:55 pm IST