Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

કાલે રાજકોટના ગ્રીન ટી રસીયાઓ સર્જશે વર્લ્ડ રેકોર્ડ

બાન લેબ્સ દ્વારા આંતંતરરાષ્ટ્રીય ચા દિને 'કેઅર હર્બલ ગ્રીન ટી' લોન્ચ : ગ્રીન ટીના રસીયાઓ અશ્વગંધા સ્પાઈસ્ડ ગ્રીન ટીનો લાભ લઈ શકશે : રજીસ્ટ્રેશન કરાવી લ્યો

રાજકોટ, તા. ૧૫ : આજની તણાવ અને ભાગદોડવાળી જીંદગીમાં માનસિક તણાવ દૂર કરવા લોકો દિવસમાં અનેકવાર ચાની ચુસ્કી લગાવતા હોય છે. જે ઘણીવાર સ્વાસ્થ્ય માટે હાનિકારક થાય છે, ત્યારે બાન લેબ્સ પર. લી. દ્વારા આંતરરાષ્ટ્રીય ચા દિવસે અલગ અલગ સ્વાદ અને અદ્દભૂત જડીબટ્ટીના મિશ્રણવાળી કેઅર હર્બલ ગ્રીન ટી બહાર પાડવામાં આવી છે. જેમાં વિવિધ ફલેવર્સ જેવી કે અશવગંધા સ્પાઈસ્ડ, મોરીંગા એન્ડ ગિલોય વીથ લેમનગ્રાસ અને સ્પીયરમીન્ટ, તરબૂચ - જાસૂદ તથા જાપાનીઝ માચા તેમજ આના સિવાય અનેક વેરાયટીની ગ્રીન ટી અદ્દભૂત સ્વાદમાં ઉપલબ્ધ છે.

જે આજની તણાવ અને ભાગદોડવાળી જીંદગીમાં માનસિક શાંતિ, પેટને લગતી સમસ્યા, નવી શકિતનો સંચાર કરવા તેમજ રોગપ્રતિકારક ક્ષમતા વધારવા મદદરૂપ નિવડે છે. ત્યારે આ કેઅર હર્બલ ગ્રીન ટીને લઈને વર્લ્ડ રેકોર્ડ બાન લેબ્સ પ્રા.લી. અને ૯૪.૩ માય એફ. એમ.ના સંયુકત ઉપક્રમે તા.૧૬ના રવિવારે સવારના ૮ કલાકે બાલભવન ખાતે સર્જવા જઈ રહ્યા છે, જેમાં એક સાથે હજારો જેટલા ગ્રીન ટીના રસીયાઓ અશ્વગંધા સ્પાઈસ્ડ ગ્રીન ટીનો લાભ લઈ શકશે. તો આ વર્લ્ડ રેકોર્ડમાં સહભાગી થવા અને રજીસ્ટ્રેશન કરવા માટે 'પીઓ દિલ સે' સ્પેસ નામ અને ૭૨૦૧૯ ૪૩૯૪૩ નંબર પર વોટ્સએપ કરવા યાદીમાં જણાવાયુ છે.

(11:29 am IST)