Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

હસમુખ સુરાણીના ચકચારી આપઘાત કેસમાં બિલ્ડરને જામીન પર છોડવા હુકમ

મિલ્કતો ઉપર ભાગીદારના નામે લોન લઇને નહી ભરતા

રાજકોટ, તા., ૧પઃ મિલ્કતો ઉપર ભાગીદારના નામે લોન લઇ લોનના હપ્તા ભરવાની જવાબદારી હોવા છતાં બિલ્ડર નિલેશભાઇ કાનજીભાઇ લુણાગરીયાએ લોનની રકમ નહી ભરતા અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ જેના કારણે ભાગીદાર હસમુખભાઇ ઘેલાભાઇ સુરાણીએ આત્મહત્યા કરેલ તે ગુન્હામાં આરોપીની ધરપકડ થયેલ. જેઓએ જામીન અરજી કર્તા રાજકોટના પ્રિન્સીપાલ સેસન્સ જજશ્રી ગીતા ગોપી મેડમે રૂ. ૧પ૦૦૦ના જમીન ઉપર મુકત કરવાના હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે તા.ર૬-૧ર-૧૮ના રોજ ગુજરનાર હસમુખભાઇ સુરાણીના પત્નીએ બી ડીવીઝન પો.સ્ટેશનમાં ફરીયાદ કરેલ અને ફરીયાદની હકીકતમાં જણાવેલ કે આ કામના આરોપી નિલેશ લુણાગરીયા તથા ફરીયાદીના પતિ હસમુખભાઇ સુરાણી સાથે ઘઉંનો ધંધો કરવો છે તેમ કહી ફરીયાદીના પતિના નામે ધંધા માટે ફુલરટોન ફાઇનાન્સ કંપનીમાંથી રૂ). ૯૧,૧૮,પ૦પ , તા.૦૬-૦૮-ર૦૧પના લીધા અને ચોલામંડલમ ફાઇનાન્સમાંથી રૂ. ૧,૪૦,૦૦,૦૦૦ તા.૧૮-૮-ર૦૧પના રોજ લીધેલ જે બંન્ને રકમો આરોપીએ પોતાના અંગત ઉપયોગમાં વાપરી હપ્તા ભરવાની જવાબદારી સ્વીકારવા છતાં હપ્તા ભરેલ નહિ અને આ રીતે ગુજરનાર સાથે આરોપીએ પુર્વ આયોજીત કાવતરૂ રચી છેતરપીંડી, વિશ્વાસઘાત કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ. જેના કારણે ગુજરનાર હસમુખભાઇએ આત્મહત્યા કરેલ તે સંબંધેની ફરીયાદ કરેલ.

આ કામમાં નિલેશભાઇ કાનજીભાઇ લુણાગરીયાવતી રાજકોટના એડવોકેટ પિયુષભાઇ એમ.શાહ, અશ્વીનભાઇ ગોસાઇ, નિવિદભાઇ પારેખ, નિતેષભાઇ કથીરીયા, હર્ષિલભાઇ શાહ, વિજયભાઇ પટગીર, જીતેન્દ્રભાઇ ધુળકોટીયા, વિજયભાઇ વ્યાસ રોકાયેલા હતા.

(4:13 pm IST)