Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

સી.એ. પરિણામોમાં પતંજલી ઇન્સ્ટી.ની ગૌરવાંકિત સિધ્ધી : મોહમ્મદ અને બીન્દ્રા નેશનલ રેન્ક લાવ્યા

રાજકોટ તા. ૧૫ : તાજેતરમાં જાહેર થયેલ સી.એ. પરીક્ષાના પરીણામોમાં રાજકોટની પતંજલી ઇન્સ્ટીટયુટના વિદ્યાર્થીઓએ ફાઉન્ડેશન અને ઇન્ટરમાં નેશનલ રેન્ક મેળવી ઝળહળતી સિધ્ધી પુરવાર કરી છે.

આ અંગે 'અકિલા' સમક્ષ વિગતો વર્ણવતા સંસ્થાના જીગર પોપટ અને અંકુર પોપટે જણાવેલ કે આ સંસ્થા ૨૦૦૯ ની સાલથી નેશનલ રેન્કની હકદાર બનતી આવી છે. સ્નેહા માટલીયા, ખ્યાતી શાહ, સાગર સગપરીયા, દ્રષ્ટી સેજપાલ અને નિરવ કારીયા અગાઉ નેશનલ રેન્ક મેળવી ચુકયા છે.

દરમિયાન હાલ જાહેર થયેલ પરીણામોમાં સી.એ.ફાઉન્ડેશનમાં મોહમ્મદ ત્રિવેદીએ કુલ ૪૦૦ માંથી ૩૨૫ ગુણ મેળવી ભારતમાં ૪૫ મો ક્રમ હાંસલ કરેલ છે. તેના પિતાશ્રી યુસુફભાઇ ત્રિવેદી  ગોંડલમાં સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મોટાભાઇ મુસ્તુફા પણ સી.એ. ફાઇનલ ઉતીર્ણ કરી ચુકયા છે.

એજ રીતે સી.એ. ઇન્ટર મીડીયેટમાં આજ સંસ્થાની બીન્દ્રા તેજુરા ભારતમાં ૨૨ મો ક્રમ લાવી છે. તેણીના પિતાશ્રી કિશોરભાઇ તેજુરા બાબરા ગામમાં રેડીમેઇડ ગારમેન્ટનો શો રૂમ ધરાવે છે.

આ વિદ્યાર્થીઓએ સંસ્થા દ્વારા અપાતા માર્ગદર્શનને ખુબ ઉપયોગી ગણાવ્યુ હતુ. દરરોજ ન કલાક કલાસ ભર્યા પછી નિયમિતરૂપે ચારથી પાંચ કલાક કલાસવર્ક ઘરે કરવા અપાતુ. કલાસ મટીરીયલ્સ અને આઇ.સી.એ.આઇ. દિલ્હીથી પુરા પાડવામાં આવતા સ્ટડી મોડયુલના તલસ્પર્શી અધ્યયનથી આ સફળતા મળી છે.

ઉપરાંત આ જ સંસ્થાના ૫૦ વિદ્યાર્થીઓ સી.એ. ફાઉન્ડેશન અને ૨૩ વિદ્યાર્થીઓ સી.એ. ઇન્ટર તેમજ ૨૮ વિીદ્યાર્થીઓ આઇપી.સી.સી.ની પરીક્ષામાં સફળ થયાનું  પતંજલી ઇન્સ્ટીટયુટના પ્રોફેસરોએ જણાવ્યુ હતુ.

તસ્વીરમાં ફાઉન્ડેશનમાં દેખાવ કરનાર મોહમ્મદ ત્રિવેદી અને ઇન્ટરમાં દેખાવ કરનાર બ્રિન્દા તેજુરા સાથે સી.એ. હોજેફા સાદીકોટ, સી.એ. જીગર પોપટ (મો.૯૮૯૮૦ ૭૦૮૯૯), સી.એ. અંકુર પોપટ (મો.૯૮૭૯૫ ૮૫૩૬૭) તેમજ ફસ્ટ કલાસ ઉતીર્ણ સી.એ.ના વિદ્યાર્થીઅ ભાઇ બહેનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:09 pm IST)