Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

તોપખાનામાં ૪૫ વર્ષના સુરેશભાઇ ઝાલાએ ૧૬ વર્ષની બાળા સાથે ફોનમાં વાત કરતાં ધોલાઇ

બે વર્ષ પહેલા સુરેશભાઇએ અશોકભાઇ શીંગાળાના દિકરાના લગ્નનું વિડીયો શુટીંગ કર્યુ હતું: તેના ફોટો સિલેકશન બાબતે તેની ભત્રીજી સાથે વાત કરતાં શંકા કરી હુમલો કરાયાનું આધેડનું કથન : બટુકભાઇ શિંગાળા તેના ભાઇ અશોકભાઇ અને ભત્રીજા રવિ તથા સંજય સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૫: જામનગર રોડ પર તોપખાના શેરી નં. ૪માં રહેતાં અને વિડીયો શુટીંગ અને ફોટોગ્રાફીનું કામ કરતાં સુરેશભાઇ ગોપાલભાઇ ઝાલા (ઉ.૪૫) નામના વાલ્મિકી આધેડ પર પડોશીઓએ હુમલો કરી ધોકા-પાઇપ-ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવની જાણ થતાં પ્ર.નગરના પીએસઆઇ કે. ડી. પટેલ અને આનંદભાઇએ જરૂરી કાર્યવાહી કરી સુરેશભાઇની ફરિયાદ પરથી તેના પડોશી બટુકભાઇ શીંગાળા, તેના ભાઇ અશોકભાઇ શીંગાળા, બે ભત્રીજા રવિ અશોકભાઇ અને સંજય અશોકભાઇ સામે ગુનો નોંધ્યો હતો.

સુરેશભાઇને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. સુરેશભાઇએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું વિડીયો શુટીંગનું કામ કરી ગુજરાન ચલાવું છું. બે મહિનાથી જ હું તોપખાનામાં રહેવા આવ્યો છું, અગાઉ હું નાના મવા વામ્બે આવાસ કવાર્ટરમાં રહેતો હતો. બે વર્ષ પહેલા તોપખાના-૩માં રહેતાં બટુકભાઇ શીંગાળાના સગા ભાઇ અશોકભાઇ કે જે પરસાણાનગર-૪માં રહે છે તેના પુત્ર સંજયના લગ્ન હોઇ મને વિડીયો શુટીંગનું કામ મળ્યું હતું. શુટીંગ કામ પુરૂ થયા પછી હું બટુકભાઇને ફોટા સિલેકટ માટે અવાર-નવાર મળતો હતો. પરંતુ તે ફોટા સિલેકટ કરતાં ન હોઇ મારે પૈસા પણ લેવાના બાકી હોઇ જેથી હું તેના ભાઇ અશોકભાઇ શિંગાળાને યાદી આપતો હતો. ત્યારબાદ બટુકભાઇ શિંગાળાની દિકરી પલુનો મારા મોબાઇલ પર ફોટા આલ્બમ બાબતે ફોન આવતો હતો. આ વાતચીતની જાણ તેના કુટુંબના સભ્યોને થઇ ગઇ હતી. ગુરૂવારે હું, મારા પત્નિ નીરૂબેન એમ બંને બટુકભાઇની દિકરી વાત મારી સાથે ફોનમાં વાત કરતી હોઇ તે બાબતે શંકા ઉપજતાં સમાજની રૂએ સમાધાન કરવા ધરમ ટોકિઝ પાસે ભેગા થયા હતાં અને મિટીંગ કરી હતી. મિટીંગ પુરી થયા બાદ હું ઘરે ગયો હતો. રાત્રે અમે ઘરે હતાં ત્યારે બટુકભાઇ, તેના ભાઇ અને ભત્રીજાઓ ધસી આવ્યા હમતાં અને 'તું મકાન ખાલી કરી જતો રહેજે' કહી ગાળો દઇ હુમલો કર્યો હતો.

(3:48 pm IST)