Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

શનીવારે મુખ્યમંત્રી રાજકોટમાં: ૧૭પ કરોડના વિકાસ કામોને લીલીઝંડી

વિજયભાઇ રૂપાણીના હસ્તે મ્યુનિ. કોર્પોરેશન, જીલ્લા વહીવટી તંત્ર, શહેર પોલીસ, માર્ગ અને મકાન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા શહેરી સત્તા મંડળના જુદા જુદા પ્રોજેકટના ખાત મુર્હૂત તથા લોકાર્પણ કરાશેઃ સંયુકત ડાયસ કાર્યક્રમ યોજાશે

ગ્રીન-વે :  શહેરનાં વોર્ડ નં. ૭માં સર્વેશ્વર ચોકમાં વોકળા ઉપર સ્લેબ કલેવર્ટથી ગ્રેન-વે બનાવાયો છે તેનું લોકાર્પણ મુખ્યમંત્રીનાં હસ્તે થશે.  તસ્વીરમાં તે રસ્તો નજરે પડ છે. (તસ્વીર સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧પ : રાજકોટ કોર્પોરેશન જીલ્લા વહીવટી તંત્ર, રાજકોટ શહેર પોલીસ, માર્ગ અને મકાન વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તથા રાજકોટ શહેરી સતામંડળ વિગેરે દ્વારા તા.૧૭ ફેબ્રુઆરી નારોજ રૂ. ૧૭૫(પોણા બે કરોડ)કરોડના ખર્ચે જુદા જુદા વિકાસ કામોના ખાતમુહુર્ત તથા લોકાર્પણ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે.

આ અંગે સ્ટે. કમિટી ચેરમેન પુષ્કર પટેલ, જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે, પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગેહલોત, મ્યુનિ. કમિશ્નર, બંછાનિધી પાની, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રજીસ્ટ્રાર ડો. ધીબેન પંડ્યા, માર્ગ અને મકાન વિભાગ વોર્ડ નં. ૧ના કાર્યપાલક ઇજનેર એમ.પી. ત્રિવેદી, મ્યુનિ.કોર્પોરેશન બાંધકામ સમિતિના ચેરમેન મુકેશ  રાદડીયા તથા વોટર વર્કસ સમિતિ ચેરમેન દલસુખલાઇ જાગાણી તથા હાઉસીંગ કમિટીના ચેરમેન કિરણબેન સોરઠિયા એ એક સંયુકત યાદીમાં તા. ૧૭ ફેબ્રુઆરીના વિવિધ કામોનાં થનાર ખાતમુર્હૂત-લોકાર્પણોની વિગત આ મુજબ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા....

એસ્ટ્રોન ચોક નાલા પાસે જન કલ્યાણ સોસાયટી થી સર્વેશ્વર ચોક વચ્ચેે આવેલ સાયકલ ટ્રેકનું લોકાર્પણ (રૂ.૦.૯૧૫ કરોડ), વોર્ડ નં.૫માં પેડક રોડ પર સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પુલમાં આગળના ભાગમાં જિમ્નેશિયમનું ખાતમુહુર્ત (રૂ.૦.૯૧૨ કરોડ), વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં ડી.આઈ. ડીસ્ટ્રીબ્યુશન પાઈપલાઈનનું ખાતમુહુર્ત (રૂ.૯.૩ કરોડ),  વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં નારાયણનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારમાં ડી.આઈ. ડીસ્ટ્રીબ્યુશન પાઈપલાઈનનું ખાતમુહુર્ત (રૂ.૬.૪૬ કરોડ), વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં તિરુપતિ પાર્ક હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારમાં ડી.આઈ. ડીસ્ટ્રીબ્યુશન પાઈપલાઈનનું ખાતમુહુર્ત (રૂ.૮.૮૨ કરોડ), વોર્ડ નં.૬માં ગોકુલનગર ખાતે સ્માર્ટ દ્યર PMAY યોજના અંતર્ગત ૧૨૮ EWS આવાસોનું  ખાતમુહુર્ત રૂ.૯ કરોડ તથા  વોર્ડ નં.૯માં રૈયા ટી.પી. સ્કીમ નં.૧૬(ડ્રાફ્ટ)માં આવેલ ટી.પી.રોડ પર કલ્વટનું ખાતમુહુર્ત રૂ.૧.૪૨ કરોડના ખર્ચે થશે.

રાજકોટ શહેર પોલીસ દ્વારા....

મુંજકા ખાતે ગાંધીગ્રામ-૨ (યુનિવર્સીટી) પોલીસ સ્ટેશન નું લોકાર્પણ રૂ.૧.૯૫ કરોડ, મોટા મૌવા ખાતે  તાલુકા પોલીસ (અર્બન)નું લોકાર્પણ (રૂ.૧.૯ કરોડ)ના ખર્ચે થશે.

માર્ગ અને મકાન વિભાગ...

શોર્ફ રોડ પરના જીલ્લા સેવા સદન-૩ નું લોકાર્પણ (રૂ.૧૩.૨) કરોડ, પ્રેમ મંદિર પાસે બી-૧૦૮ કવાટરનું ખાતમુહુર્ત રૂ.૧૫.૮ કરોડ કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા....

સ્પોર્ટસ કોમ્પલેક્ષ ફેઇઝ-૧, એસ્ટ્રોટર્ફ, હોકી, સિન્થેટીક બાસ્કેટ બોલ, સિન્થેટીક ટેનીસ કોર્ટ, અને ગ્રાસી  ફૂટબોલ ગ્રાઉન્ડનું લોકાર્પણ (રૂ.૫.૫ કરોડ),  સેન્ટ્રલ લેબોરેટરીનું લોકાર્પણ (રૂ.૧.૫ કરોડ),    ગલ્સ હોસ્ટેલનું લોકાર્પણ  (રૂ.૧.૨૫ કરોડ),    રૂફ ટોપ સોલાર સિસ્ટમનું લોકાર્પણ  (રૂ.૫ કરોડ),   સી.સી.ડી.સી. લાઈબ્રેરીનું ખાતમુહુર્ત (રૂ. ૩.૧ કરોડ),   ઇન્ટરનેશનલ ટ્રાન્ઝીસ્ત હાઉસનું ખાતમુહુર્ત  (રૂ.૩.૪ કરોડ),ઓડીટોરીયમ નું ખાતમુહુર્ત  (રૂ.૧૦ કરોડ),  ગલ્સ હોસ્ટેલનું ખાતમુહુર્ત  (રૂ.૧.૬૦ કરોડ) સહિતના કુલ ૧૭પ કરોડના ખર્ચ જુદા જુદા વિકાસ કામોના ખાતમુર્હૂત તથા લોકાર્પણ કરવામાં આવશે.

રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ દ્વારા...

પ્રધાનમંત્રી આવાસ યોજના મુંજકા, અફોર્ડેબલ હાઉસિંગમાં ઈન્ફાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ખાતમુહુર્ત (રૂ.૬૮.૩૮) કરોડ, રીંગરોડ-૨ (ફેઝ-૨) કાલાવડ રોડ (મોટામવા) થી ગોંડલ રોડ (પારડી)નું લોકાર્પણ (રૂ.૫.૬૮ કરોડ).

 આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરિયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાશકપક્ષ દંડક રાજુભાઈ અદ્યેરા ઉપસ્થિત રહેશે.

(5:06 pm IST)