Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

શનિવારે હોરી ફુલ ફાગ રસીયા મહોત્સવ

સર્વોત્મ સેવા સંસ્થાન દ્વારા ગૌસ્વામી શ્રી પરાગકુમારજીના ૩૩ માં પ્રાગટય દિવસે આયોજન

 રાજકોટ તા. ૧૫ : ગૌસ્વામી શ્રી પરાગકુમારજી મહોદયશ્રીના ૩૩ માં પ્રાગટય દિવસ નિમિતે સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા તા. ૧૭ ના શનિવારે 'હોરી ફુલ ફાગ રસીયા મહોત્સવ' નું આયોજન કરાયુ છે.

સવોત્તમ હવેલી સામે, આર.એમ.સી. સ્કુલ નં. ૬૯ ગ્રાઉન્ડ, અંબાજી કડવા પ્લોટ શેરી નં. ર ખાતે આયોજીત આ કાર્યક્રમમાં બરસાના, નંદગામ, શ્રીમદ્દ વલ્લભ ગોકુલમાં શ્રીકૃષ્ણની હોરી લીલાનું અવગાન કરાશે.

ઉલ્લેખનીય છે કે વલ્લકુળના પૂ. ગોસ્વામી ૧૦૮ શ્રી વલ્લભજી મહારાજ આજથી ૬૦ વર્ષ પહેલા રાજકોટ ખાતે તેમના ધર્મની સ્થાપના કરી. ત્યાર બાદ ગોસ્વામી શ્રી ગોપેશકુમારજી મહોદયના આત્મજ ગોસ્વામી શ્રી પરાગકુમારજી મહોદયશ્રીએ સર્વોત્તમ સેવા સંસ્થાન (૫૩) ની સ્થાપના કરી હતી. આ સંસ્થા દ્વારા સમયાંતરે આવા ધાર્મિક અને સામાજીક સેવાકીય કાર્યક્રમોના આયોજનો થતા રહ્યા છે.

શનિવારે રાત્રે ૯ વાવ્યે આયોજીત આ 'હોરી ફુલ-ફાગ-રસીયા મહોત્સવ' નો વૈષ્ણવ જનો ધર્મપ્રેમીજનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં કાર્યક્રમોની વિગતો વર્ણવતા ક્રિષ્ના પાર્ક ગ્રુપના સુરેશભાઇ કણસાગરા, ગીરધરભાઇ ટીલવા, રઘુરાજ સીરોદીયા, ભરતભાઇ સંચાણીયા, વ્રજદાસ લાઠીયા, છગનભાઇ વાછાણી, કૌશિકભાઇ સખીયા નજરે પડે છે.

(5:05 pm IST)