Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

રેલનગર (ર)માં છેલ્લા ૧ મહિનાથી દુષિત પાણીનું વિતરણઃ રોગચાળાનો ભય

અનેક ફરિયાદો છતાં સમસ્યા યથાવતઃ ઘેરાવની ચીમકી

રાજકોટ તા.૧પ : શહેરના વોર્ડ નં.૩માં આવેલ રેલનગર-(ર)માં છેલ્લા ૧ મહિનાથી દુષિત પાણીની ફરિયાદ છે જેના કારણે રોગચાળાનો ભય ઉભો થયો છે.

આ અંગે રેલનગર-(ર)ના પરેશ સોલંકી, પ્રભાતસિંહ જાડેજા, વિનુભાઇ નિમાવત, પી.જે.શર્મા, રમેશ ચાવડા, સુધાકરભાઇ, અશોકભાઇ, જીતુભાઇ મકવાણા, હંસાબા જાડેજા, મનસુખભાઇ, મુકેશ રાવલ સહિતના લત્તાવાસીએ કરેલી રજુઆતમાં જણાવાયુ છે કે, રેલનગર-(ર)માં છેલ્લા ૧ મહિનાથી પીવાના પાણી સાથે ગટરનું દુષિત પાણી ભળી ગયુ છે. આ બાબતે ફરિયાદો કરવા છતાં તેનો નિકાલ થતો નથી.

આથી વિસ્તારવાસીઓમાં ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળાનો ભય છે ત્યારે વહેલી તકે આ વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યા દુર નહી થાય તો વિસ્તારવાસીઓ કોર્પોરેશન કચેરીમાં ઘેરાવ સહિતના કાર્યક્રમો આપશે તેવી ચિમકી વિસ્તારવાસીઓએ ઉચ્ચારી છે.

(5:03 pm IST)