Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

સુરેશ ઉર્ફ સુરખી દારૂની ૬ બોટલ મુકી ભાગી ગયો

રાજકોટ તા. ૧૫: નવાગામ રંગીલા સોસાયટીમાં સરકારી નિશાળ પાસે નદીના પટમાં કુવાડવા પોલીસે દરોડો પાડી છ બોટલ દારૂ કબ્જે કર્યો છે. પોલીસને જોઇ કોળી શખ્સ ભાગી ગયો હતો.

નવાગામ નદીના પટમાં કુવાડવા પોલીસનો દરોડો

પી.આઇ. એ. આર. મોડીયાની રાહબરીમાં વિજેન્દ્રસિંહ ઝાલા, જયંતિભાઇ ગોહિલ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માહિતી મળતાં નવાગામ નદીના પટમાં બાવળની ઝાડીમાં દરોડો પાડતાં નવાગામનો જ સુરેશ ઉર્ફ સુરખી ભોપાભાઇ કોળી ભાગી ગયો હતો. પોલીસને ઝાડીમાંથી સીલબંધ દારૂની ૬ બોટલ રૂ. ૧૮૦૦ની મળતાં કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

(4:57 pm IST)