Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

જિલ્લા પંચાયતનું બજેટ સર્વાનુમતે મંજુર, સભ્યોને વધુ ૧પ લાખની ગ્રાન્ટ ફાળવણી

પ્રજાકીય કામોમાં વિલંબ થતો હોવાનો સભ્યોનો કચવાટ યથાવત :બાંધકામ સમિતિમાં એક સરખા બબ્બે ઠરાવ ઠપ્પ કરવા બદલ અધિકારીને નોટીસ :બજેટની ચર્ચામાં સભ્યોને રસ ન પડયો કે જરૂર ન લાગી ? ગ્રાન્ટના કામો માટે :વહીવટી મંજુરીની સતા શાખા અધિકારીઓને

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભાના અધ્યક્ષ સ્થાનેથી પ્રમુખ નિલેષ વિરાણી ઉદબોધન કરી રહયા છે. બાજુમાં ઉપપ્રમુખ અવસરભાઇ નાકીયા, કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરીયા, ડી.ડી.ઓ. જી.ટી.પંડયા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પ્રજાપતી, ડે.ડી.ડી.ઓ. ખરાડી અને મકવાણા તથા સામેની તરફ સભ્યો અને શાખા અધિકારીઓ ઉપસ્થિત છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧પ : જિલ્લા પંચાયતમાં પખવાડિયા પુર્વે કારોબારી સમિતિએ મંજુર કરેલ ર૦૧૮-૧૯ના વર્ષના બજેટને આજે સામાન્ય સભાએ મહદઅંશે યથાવત રાખીને વિપક્ષના એક સમયની હાજરી વચ્ચે સર્વાનુમતે મંજુર કર્યુ છે. ઉપપ્રમુખ અવસરભાઇ નાકિયા સહિતના અમૂક સભ્યોએ વહીવટી તંત્ર સિંચાઇ સહિતના કામોમાં ધ્યાન આપતુ ન હોવાનો આક્રોશ વ્યકત કર્યો હતો. બાંધકામ સમિતિની બેઠકમાં એક સરખા બે ઠરાવ કરવા બદલ વિભાગના કાર્યપાલક ઇજનેરને નોટીસ અપાયેલ છે. સભ્યોને ચાલુ નાણાકીય વર્ષમાં વધુ પંદર-પંદર લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. નવા નાણાકીય વર્ષ માટે વીસ-વીસ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

સામાન્ય સભામાં પ્રમુખ નિલેષ વિરાણીએ જણાવેલ કે, અંદાજપત્રમાં જિલ્લા પંચાયતની આવક સમિતિ હોવા છતાં કોઇપણ જાતના નવા કરવેરા ગ્રામ્ય પ્રજા ઉપર નાખવામાં આવેલ નથી. તા.૧પ-૯-ર૦૧૬ના રાજય સરકારના પરિપત્રથી સરકારે જિલ્લા પંચાયતના સ્વ.ભંડોળની રકમ ઉપર આડતકતરો કાપ મુકી દીધેલ છે. આવા સંજોગોમાં પણ અમે ગ્રામ્ય પ્રજાની સુખાકારી, હિત ધ્યાને લઇ આ બજેટમાં જોગવાઇ કરેલ છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં સરકારશ્રી તરફથી આવતી રકમો તેમજ સ્વભંડોળ સદરે રાખવામાં આવેલ જોગવાઇની રકમો જીલ્લાના પ્રજાજનોના કલ્યાણ-ઉત્કર્ષ-પ્રગતિ માટે વપરાય તેવી અભ્યર્થના સહ આ બજેટ રજુ કરૂ છુ. રાજકોટ જિલ્લા પંચાયતનું સને-ર૦૧૭-૧૮નું સુધારેલ અંદાજપત્ર કુલ રૂ.૧૦પપ.૬પ કરોડનું છે તેમજ સને-ર૦૧૮-૧૯નું  કુલ રૂ.૧૦૬૩.૯૦ કરોડનું છે. જેમાં સ્વભંડોળ ક્ષેત્રે કુલ ખર્ચ સને-૨૦૧૭-૧૮માં ર૧.પ૦ કરોડ અને સને-ર૦૧૮-૧૯માં રપ.૦૬ કરોડ છે. આમ સને ર૦૧૮-૧૯નું પુરાંતવાળુ અંદાજપત્ર છે.

સને ર૦૧૮-૧૯ના અંદાજપત્રમાં સ્વભંડોળમાં  વિવિધ ક્ષેતરમાં કરવામાં આવેલ વિશિષ્ટ જોગવાઇવાળા અંદાજપત્રની ઝલક.

(૧) જિલ્લામાં તાલુકા દીઠ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે રર લાખની જોગવાઇ રાખેલ છે. (ર) વિકાસના કામો માટે ૭ કરોડ પ૦ લાખની જોગવાઇ રાખેલ છે. (૩) મોડલ ગ્રામ પંચાયત માટે રપ લાખની જોગવાઇ રાખેલ છે. (૪) પ્રાથમિક શાળાઓમાં પીવાના પાણીની સુવિધા માટે ૧૦ લાખની જોગવાઇ રાખેલ છે. (પ) મોડલ આંગણવાડી માટે રપ લાખની જોગવાઇ રાખેલ છે. (૬) સુધારેલ ખેતી પધ્ધતિ માટે સમૂહલક્ષી સહાય માટે ૧૦ લાખની જોગવાઇ રાખેલ છે. (૭) ખેતી સુધારણા ક્રાંતિ શિબિર માટે ૧૧ તાલુકા માટે ૧૧ લાખની જોગવાઇ રાખેલ છે. (૮) રખડતા-ભટકતા-ઇજાગ્રસ્ત-બીમાર ઢોરને ગૌશાળા-પાંજરાપોળ મોકલવા તેમજ મરામત અને નિભાવણી માટે ૧૦ લાખની જોગવાઇ રાખેલ છે.

(4:25 pm IST)
  • સ્વચ્છ ભારત મિશન ઉપર કલંક લગાવતા ભાજપના પ્રધાન : ''સ્વચ્છ ભારત'' મિશન ઉપર કલંક લગાવતા રાજસ્થાનના હેલ્થ મિનિસ્ટર કાલીચરણ સરાફ : રોડ ઉપર ખુલ્લામાં લઘુશંકા કરી : કોંગ્રેસે માફી માંગવાનું કહેતા ના પાડી દીધીઃ માથે જાતા એમ કહ્યુ કે પોલીસ ૨૦૦ રૂપિયા દંડ લઈ લ્યે બીજુ શું? આ કયાં કોઈ મોટો મુદ્દો છે? access_time 4:59 pm IST

  • દુનિયામાં માત્ર ૫ ટકા મહિલાઓ ગણિત અને નેચરલ સાઈન્સ ક્ષેત્રમાં કામ કરે છેઃ એન્જીનીયરીંગમાં ૮ ટકા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ૧૫ ટકા મહિલાઓ access_time 4:11 pm IST

  • જમ્મુ કાશ્મીરના મેઢરમાં આતંકીઓનો ઘુષણખોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો : ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યુ કાવતરૂ : આતંકી સરહદ પાર કરવાની ફિરાકમાં હતા access_time 12:24 pm IST