Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

જ્ઞાતિ - જાતિને છિન્ન - ભિન્ન કરી એકસમાજને બીજા સમાજે સામે મૂકી દેવાની ભાજપની કૂટનીતિને જાકારો આપો

લોકોએ હવે મૂલ્યનિષ્ઠ રાજનીતિ સ્વીકારવી પડશે : પરેશભાઈ ધાનાણી : ભાજપે ગામડાઓમાં ખેડૂતોને નર્મદાના પાણી બંધ કરી દીધા : લલીત કગથરા

રાજકોટ : જ્ઞાતિ-જાતી કે વ્યકિત નહિ કોંગ્રેસની વિચારધારાને વરેલા ઉમેદવાર કૈલાશ નકુમની પાર્ટીએ પસંદગી કરી છે અને આ પેટાચુંટણીમાં જ્ઞાતિવાદના વાડામાંથી બહાર નીકળી નીડર નિષ્પક્ષ, પ્રમાણિક અને લોકસેવાના ભેખધારી કોંગ્રેસના ઉમેદવાર કૈલાશભાઈ નકુમને જીતાડવા વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જાહેરસભામાં હાકલ કરી હતી.

વોર્ડ- ૪માં પેટાચુંટણી અંતર્ગત ૮૦ફૂટના રોડ પર કોંગ્રેસની જાહેરસભામાં યુવા ધારાસભ્ય અને વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી, ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલભાઈ રાજગુરૂ, કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રજપૂત, મિતુલભાઇ દોંગા, નાથાભાઈ કયાડા, ગોવિંદભાઈ સભાયા, પૂર્વ ડેપ્યુટી  મેયર મોહનભાઈ સોજીત્રા, ભરતભાઈ પીપળીયા, ઠાકરશીભાઈ ગજેરા, અલ્પેશભાઈ ટોપિયા, પ્રવીન્ભાઈઓ આંબલીયા, કલ્પેશભાઈ પીપળીયા, રેખાબેન ગજેરા(કોંગ્રેસ કોર્પોરેટર), શૈલેશભાઈ ટોપિયા, વિનુભાઈ ચોવટિયા, સીમીબેન જાદવ( કોંગ્રેસ કોર્પોરેટર), સહિતના આગેવાનો મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.

જનસભાને સંબોધતા વિપક્ષીનેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, માનવીય અભિગમ અને મુલ્યનિષ્ઠ, લોકકલ્યાણની કોંગ્રેસની વિચારધારા છે. કોંગ્રેસ કયારેય પણ જ્ઞાતિ-જાતીના વાડામાં માનતી નથી. કોંગ્રેસની વિચારધારાને વરેલાને પક્ષમાં સ્થાન મળતું હોય છે અને લોકોં પણ સ્વીકારે છે. જ્ઞાતિ-જાતી અને સમાજને છિન્ન-ભિન્ન કરી એક સમાજ ને બીજા સમાજ સામે મૂકી દેવાની ભાજપની કુટનીતિ છે તેને જાકારો આપવો પડશે. લોકોએ હવે મુલ્યનિષ્ઠ રાજનીતિને સ્વીકારવી પડશે. ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસનો વિજય થયો છે. પરંતુ શહેરી મતદારોએ પણ હવે કોંગ્રેસને જીતાડવી પડશે. કારણકે શહેરી પ્રજા ગ્રામ્ય વિસ્તાર સાથે એક યા બીજી રીતે જોડાયેલી હોય છે. ગ્રામ્યપ્રજાએ કોંગ્રેસને જીતાડી છે. તો શહેરી મતદારોએ પણ ખેડૂતોના પ્રશ્નો ધ્યાને લેવા જોયે અને ગ્રામ્યપ્રજાની લાગણીને સમજવી જોયે. શહેરી મકતદરોએ હવે જાગૃત બનાવાનો સમય પાકી ગયો છે. અને ગ્રામ્યપ્રજાની લાગણીને વિચારને અનુસરવું પડશે. ભાજપના શાશકો માત્રને માત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. અંગત પ્રસિદ્ઘિમા ભાજપ ગાંડોતુર રહ્યો છે. સસ્તી પ્રસિદ્ઘિમાં ભાન ભૂલેલા અને ખેડૂતોને હેરાન પરેશાન કરનાર ભાજપના મુળિયા ઉખેડી નાખવા અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી.

ટંકારાના કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ કગથરાએ ભાજપના ઉમેદવારની પોલ છતી કરતા કહ્યું હતું કે, ભાજપના ઉમેદવાર મારા વતન ખોડાપીપરના વતની છે. ખોડાપીપર ગામમાં ગરીબોને, ખેડૂતોને, માધ્યમ વર્ગને ત્રાસ આપવામાં પંકાયેલા છે. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને સમાજમાં સારી એવી પ્રતિષ્ઠા ધરાવતા ડો. ડાયાભાઈ પટેલ સાથે ભાજપ સાથે ભાજપના ઉમેદવારે અપમાન જનક વર્તન લોકો હજુ ભૂલ્યા નથી. સરપંચની ચુંટણી પછી ડાયાભાઇ પટેલ સાથે અણછાજતું વર્તન, અપમાન સહીતની દ્યણીબધી બાબતો બની હતી. ત્યારે વોર્ડ – ૪માં વસતા મતદારોને ખોડાપીપર સહિતના ગ્રામ્ય વિસ્તાર સાથે જોડાયેલ છે. માટે કોંગ્રેસ તરફી મતદાન કરવા અપીલ કરું છુ.

લલિત કગથરાએ વધુમાં કહ્યું હતું કે, ભાજપની સરકાર લોકોને મુર્ખ બનાવે છે. ગામડામાં ખેડૂતોને પિયતનું પાણી મળતું નથી. નર્મદાની કેનાલ બંધ છે. ભાજપના પાપે દ્યઉં, જીરુંનો પાક બરબાદ થઇ ગયો છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી છતાંપણ શાશકો ગબગોળા ફેલાવે છે. ખેડૂતોના હિતની વાત ભાજપના મોઢે શોભતી જ નથી. માટે કોંગ્રેસના ઉમેદવાર કૈલાશભાઈ નકુમને જીતાડવા હાકલ કરું છુ.

ઇન્દ્રનીલભાઈએ  કહ્યું હતું કે, આ વિસ્તારમાં હું ધારાસભ્ય તરીકે ચુંટાયો હતો ત્યારે ગુંડાગીરી બેફામ હતી. નિર્દોષ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.ફરિયાદ મળતા જ ગુંડાગીરી સામે એલાન-એ-જંગ કર્યું હતું અને આ વિસ્તારમાં ગુંડાગીરીનો સફાયો કર્યો હતો. કોંગ્રેસ સમિતિ દ્વારા કાયમ માટે સારા ઉમેદવારને ટીકીટ આપે છે. કોંગ્રેસના ઉમેદવાર કૈલાશભાઈ નકુમ લોકો માટે સતત દોડતા રહે છે. ત્યારે લોકોએ પણ સાચા-ખોટાની પરખ કરી સત્યની પડખે રહેવું જોઈએ.

આ સભામાં યુવા ધારાસભ્ય અને વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી, ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલભાઈ રાજગુરૂ, કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રજપૂત, મિતુલભાઇ દોંગા, નાથાભાઈ કયાડા, ગોવિંદભાઈ સભાયા, પૂર્વ ડેપ્યુટી  મેયર મોહનભાઈ સોજીત્રા, ભરતભાઈ પીપળીયા, ઠાકરશીભાઈ ગજેરા, અલ્પેશભાઈ ટોપિયા, પ્રવીન્ભાઈઓ આંબલીયા, કલ્પેશભાઈ પીપળીયા, રેખાબેન ગજેરા(કોંગ્રેસ કોર્પોરેટર), શૈલેશભાઈ ટોપિયા, વિનુભાઈ ચોવટિયા, સીમીબેન જાદવ( કોંગ્રેસ કોર્પોરેટર), સહિતના આગેવાનો મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.

(4:24 pm IST)