Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

આતંકવાદને ખતમ કરવા હવે યુધ્‍ધ એ જ કલ્‍યાણ

પ્રતિ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી,

દેશની મોટાભાગની પ્રજાની હાલની સ્‍થિતી જોતા દેશમાંથી આતંકવાદનો કાયમી ધોરણે ખાત્‍મો કરવા કાશ્‍મીરને બચાવવા પાકિસ્‍તાન સામે યુધ્‍ધ એજ આખરી ઇલાજ છે. પ્રજાની મનની વાત, વેદના અને વિચારો આ પત્રથી રજુ કરવા નમ્ર પ્રયાસ કરૂ છુ. જન્‍મુ કાશ્‍મીર અને સરહદ ઉપરની સ્‍થિતી ગંભીર બની ગયેલ છે. છેલ્લા એક વર્ષમાં કાશ્‍મીરમાં ૧૮૪ મોટી હિંસાના હુમલા બનેલ છે. જેમાં આપણાં બહાદુર જવાનો, ઓફીસર અને પ્રજા ભોગ બનેલ છે. સરહદ ઉપર પાકિસ્‍તાન સતત બેફામ તોપમારો-ગોળીબાર દિવસ રાત કરે છે. આપણા નવજવાનો તથા નાગરિકો ભોગ બની રહ્યા છે. સરહદ ઉપરના અનેક ગામોના હજારો લોકો લાચાર બની ઘરબાર છોડી સલામત સ્‍થળે જવા મજબુર થઇ રહ્યા છે. તેમના દર્દને યાતનાઓનો જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે. ૪૪ માસમાં ૨૮૬ જવાનો શહીદ અને ૧૩૮ નાગરીકોના મૃત્‍યુ થયા.

એક તરફ આપણા ઝાંબાઝ જવાનો, ઓફીસરો આતંકવાદીઓને ખતમ કરવા માતૃભુમિની રક્ષા કરવા જાનની બાજી લગાવી શહીદી ગળે લગાવી રહ્યા છે. બીજી બાજુ બીજેપીની ભાગીદારીમાં ચાલતી કાશ્‍મીર સરકાર બહાદુર જવાનો સામે સ્‍વરક્ષા માટે કરેલ કાર્યવાહી કરી ફરીયાદ દાખલ કરેછે. બેશરમ ગદદાર પથ્‍થરબાજો સામે દાખલ થયેલ ફરીયાદો પરત ખેંચવા આદેશો આપે છે. આ બાબત દેશની પ્રજા કોઇપણ સંજોગોમાં હજમ કરી શકે તેમ નથી. લોકસભાની ચુંટણી પહેલાનો પાકિસ્‍તાન અને આતંકવાદીઓ સામેનો આક્રોશ અને જુસ્‍સો કયાં ગાયબ થઇ ગયા? એ પ્રજા જાણવા ઇચ્‍છે છે. કે પછી છપ્‍પની છાતીવાળા નેતા માની લીધા એ પ્રજાની ભુલ હતી. વર્તમાન સ્‍થિતીમાં પ્રજા ઇચ્‍છે છે કે જમ્‍મુ કાશ્‍મીરને બચાવવા દેશની શાન બચાવવા વિશ્વમાં આપણી પ્રતિષ્‍ઠાને અકબંધ રાખવા આપણા લશ્‍કરના મનોબળને વધુ મજબુત કરવા કાશ્‍મીરમાં તાકીદે રાષ્‍ટ્રપતિ શાસન લાદી આતંકવાડીઓના આકા પાકિસ્‍તાનની શાન ઠેકાણે લાવવા યુધ્‍ધ એ જ કલ્‍યાણ છે. પ્રજામાં ચાલતી ચર્ચા-વિચારો અંગે ગંભીરતા દાખવવામાં આવે તેવી અંતમાં મારી વિનંતી છે.

- તખુભા રાઠોડ,જનજાગૃતિ અભિયાન મંચ,

મો.૯૮૨૪૨ ૧૬૧૩૦

(4:12 pm IST)