Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ઇન્‍સ્‍ટી. ઓફ એન્‍જી. ના સૌરાષ્‍ટ્ર લોકલ સેન્‍ટર દ્વારા સ્‍થાપના દિને વિવિધ સ્‍પર્ધાઓ

રાજકોટ તા. ૧૫ : ઇજનેરી, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત અગ્રમી હરોળની સંસ્‍થા ‘ધી ઇન્‍સ્‍ટીટયુશન ઓફ એન્‍જીનીયર્સ (ઇન્‍ડીયા) ના સૌરાષ્‍ટ્ર લોકલ સેન્‍ટરનો સ્‍થાપના દિવસ નિમિતે આગામી તા. ૧૯-૨૦ ના વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરાયુ છે.

એન્‍જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ ટેલેન્‍ટ બતાવી શકે તે માટે (૧) વકતૃત્‍વ સ્‍પર્ધા, (ર) પ્રોજેકટ સ્‍પર્ધા, (૩) પોસ્‍ટર સ્‍પર્ધા યોજેલ છે. જેમાં સૌરાષ્‍ટ્ર કચ્‍છની ૨૩ ઇજનેરી કોલેજો અને ૧૫ પોલીટેકનીક કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેશે.

ઉપરાંત સંસ્‍થાના સ્‍થાપક ચેરમેન સ્‍વ. બી. જે. વસોયાની સ્‍મૃતિમાં લેકચરની સીરીઝનું આયોજન પણ કરાયુ છે. પ્રથમ મેમોરીયલ લેકચર એન્‍જી. એસ. જે. દેસાઇ, કાઉન્‍સીલ મેમ્‍બર અને તત્‍કાલીન પાસ્‍ટ ચેરમેન ગુજરાત સ્‍ટેટ સેન્‍ટર, અમદાવાદ લેકચર આપશે.

આઇ.ેઇ.આઇ.ના સભયો, ઇજનેરો, એન્‍જી. કોલેજોના ફેકલ્‍ટી મેમ્‍બર્સ, પ્રિન્‍સીપાલો, વિદ્યાર્થીઓ અને રસ ધરાવતાઓએ ઉપસ્‍થિત રહેવા અનુરોધ કરાયો છે.

(4:05 pm IST)