Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

સરકારી પ્રેસના કર્મચારી વિરૂધ્‍ધ ધરપકડનું વોરંટ

રાજકોટ તા. ૧પઃ અત્રેના ફરીયાદી જીતેનભાઇ ગીરીશભાઇ પંડયાએ ઓળખાણનો સબંધ ધરાવતા અને સરકારી પ્રેસમાં નોકરી કરતા શ્રી અશોકભાઇ પરમાનંદભાઇ રાવલ ને હાથ ઉછીની રકમ રૂા. ૬૦,૦૦૦/- અંકે રૂપિયા સાંઇઠ હજાર પુરા મદદ માટે આપેલા જે રકમ પરત ન આપવા બાબતે આ કામના ફરીયાદીએ ધી નેગોશીયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ હેઠળ આરોપી વિરૂધ્‍ધ નામદાર કોર્ટમાં ફરીયાદ કરેલી. જે કેસમાં આરોપી વારંવાર ગેરહાજર રહેતા રાજકોટના ચીફ જયુડીશીયલ મેજીસ્‍ટ્રેટ આરોપી અશોકભાઇ પરમાનંદભાઇ રાવલ વિરૂધ્‍ધ બિન જામિન વોરંટ ઇસ્‍યુ કરી ધરપકડ કરવાનો હુકમ કરેલ છે. આ કામમાં ફરીયાદી તરફે વકીલ શ્રી અતુલ સી. ફળદુ રોકાયેલા છે

(4:02 pm IST)
  • મુંબઇ મહાનગરપાલિકા(BMC)એ સલમાનખાનની પ્રખ્યાત NGO સંસ્થા 'બીઈંગ હ્યુમન'ને બ્લેકલીસ્ટમાં મૂકી દીધી છે. 'બીઈંગ હ્યુમન' પર આરોપ છે કે તેણે BMCની સાથે વચનભંગ કર્યો છે. આ માટે BMCએ સંસ્થાને કારણ દર્શાઓ નોટીસ પણ ફટકારી છે. મુંબઈ મીરરના એહવાલ અનુસાર બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને બંદર વિસ્તારમાં ડાયાલીસીસના યુનિટ બનાવવાના હતા, જેના લીધી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સસ્તી સારવાર મળી રહે, પરંતુ બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને હજુ સુધી આ યુનિટો ચાલુ નથી કર્યા. access_time 2:25 pm IST

  • અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં પણ આવે છે : કોર્પોરેટર ગૌતમભાઈ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપશે access_time 4:08 pm IST

  • દુનિયામાં માત્ર ૫ ટકા મહિલાઓ ગણિત અને નેચરલ સાઈન્સ ક્ષેત્રમાં કામ કરે છેઃ એન્જીનીયરીંગમાં ૮ ટકા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ૧૫ ટકા મહિલાઓ access_time 4:11 pm IST