Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

આજની ન્‍યાય વ્‍યવસ્‍થા અન્‍યાયની પરાકાષ્‍ઠા છે

હમણા એક નરાધમ ગુંડાએ બે દિવસમાં બે ખુન કર્યા. એક મુસ્‍લીમ વૃધ્‍ધાને લુંટીને તેનુ ખુન કરી નાખ્‍યુ. પછીનાં બે દિવસમાં ૩ વરસની બાળકી ઉપર કુકર્મ કરીને મારી નાખી. આથી સ્‍વાભાવીક રીતે જ રાજકોટ શહેરના નાગરીકોનો આક્રોષ ભભુકી ઉઠયો અને બધા સમુહીક રીતે પોલીસ પાસે જઈને એ નરાધમને જીવતો સળગાવી દેવાની માગણી કરી. આ માગણી બીલકુલ સ્‍વાભાવીક છે, બીલકુલ વ્‍યાજબી છે. આવા બદમાશને તાત્‍કાલીક જીવતો સળગાવી દેવો જોઈએ. એમ થાય તો સંપૂર્ણન્‍યાય સચવાય. અમેરીકામાં દર વરસે ૩૦૦૦ જેટલા બદમાશોને જનતા મારી નાખે છે. તેમની સામે કોઈ પણ જાતનો કેસ થતો નથી. પોલીસ ફકત એટલુ જ જાણી લે છે કે લોકોએ જેને મારી નાખ્‍યા તે ખરેખર મારી નાખવા જેવો જ બદમાશ હતો.

પરંતુ આપણા દેશમાં અંગ્રેજોએ દેશની પ્રજાને ગુલામ રાખવા માટે અને લોકોનું મનોબળ તોડી નાખવા માટે ગુંડાઓના રક્ષણ અર્થે જે કાયદાઓ કરેલા છે તે સ્‍વરાજ પછીનાં ૭૦ વરસે પણ જેમના તેમ ચાલુ છે. કોઈ પણ માણસ ખુન કરીને પોલીસ થાણે પહોંચી જાય એટલે સંપુર્ણ સલામત. તેનો કોઈ વાળ વાંકો ન કરી શકે. તેને પોલીસનું સંપૂર્ણ રક્ષણ મળે. જનતાને બીલકુલ રક્ષણ ન મળે. આટલો ભયાનક અન્‍યાય દુનીયાનાં કોઈ દેશમાં નથી.

રાજકોટ શહેરમાં આજે લોકમત લેવામાં આવે કે આ નરાધમને જીવતો સળગાવવો જોઈએ કે નહીં તો લગભગ તમામ માણસો તમામસ્ત્રીઓ સહીત એવો મત આપશે કે તરતો તરત તે નરાધમને જીવતો સળગાવવો જોઈએ. છતા તેમ નહીં બને. વરસોના વરસો સુધી તેનો કેશ ચાલશે. વકીલો તેને નિર્દોષ છોડાવવા પ્રયત્‍ન કરશે. ફાંસીની સજા કદાચ થાય તો પણ તેનો અમલ થાય ત્‍યાં સુધીમાં દસ બાર વરસ નીકળી જાય અને સરકાર એની પાછળ કરોડો રૂપીયા ખર્ચી નાખે. એ ગુંડાને બચાવવા માટે તમામ પ્રયત્‍નો નિષ્‍ફળ જાય અને તેને ફાંસી મળે એવુ ભાગ્‍યે જ બને છે અને ફાંસી મળે ત્‍યાં સુધીમાં વરસોના વરસો જેલમાં જલસા કરે. આ આખી ન્‍યાય વ્‍યવસ્‍થા તાત્‍કાલીક બદલવાની જરૂર છે અને લોકો પોતે જ ન્‍યાય કરી નાખે એ પધ્‍ધતીને ઉતેજન આપવાની જરૂર છે. હજારો માણસોનો લોકમત ગુંડાને સળગાવી દેવાની તરફેણ કરતો હોય તો તરત જ પોલીસ કમીશનર અને ન્‍યાયાધીશે લોકમતને માન આપવું જ પડે. એવો કાયદો હોવો જરૂરી છે. લોકોએ આવો કાયદો કરવાની જોરદાર માંગ કરવી જોઈએ.

રાજાશાહીના વખતમાં પણ બળાત્‍કાર અને ખુન જેવા કિસ્‍સામાં ભોગ બનેલાનાં કુટુંબીઓ અપરાધીને ખુબ માર મારી શકે તેવી વ્‍યવસ્‍થા રાજય તરફથી જ હતી. આજથી ૯૦-૯૫ વરસ પહેલા ખેતી કામ માટે રાખેલા સાથીએ ૧૬ વરસની યુવતી પર બળાત્‍કાર કરીને તેનુ ખુન કરેલુ. તેની ફરીયાદ યુવતીનાં દાદીમાએ લખાવેલી. ખુની જયારે પકડાયો ત્‍યારે દાદીમાને પોલીસ સ્‍ટેશન બોલાવીને જેટલો માર મારવો હોય એટલી છુટ આપી હતી. આ કિસ્‍સો મારા દાદીમાએ મને વર્ણવેલો. ગુલામીમા આ વ્‍યવસ્‍થા હતી. પણ સ્‍વરાજ મળ્‍યા પછી આપણે વધુ ગુલામ બન્‍યા અને ગુંડાઓને વધુ સ્‍વરાજ મળ્‍યું. તો આ ગેરવ્‍યવસ્‍થા તત્‍કાળ બદલવી જરૂરી છે.

વેલજીભાઈ દેસાઈ, મો.૯૨૨૭૬ ૦૬૫૭૦

 

(3:58 pm IST)
  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST

  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેણે પોર્ન સ્ટાર ડેનિયલ્સનું ઉર્ફે સ્ટેફની ફ્લિફોર્ડને પોતાના ખિસ્સામાંથી 1,30,000 ડોલર (રૂ.83 લાખ) આપ્યા હોવાની વાત સ્વીકારી છે. આ પોર્ન સ્ટાર પર 2006માં યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કથિત રીતે જાતિય સંબંધ બનાવ્યા હતા. ટ્રમ્પના વકીલ માઈકલ કોહેને ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે તેમણે સ્ટોર્મી ડેનિયલ્સને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન કે ટ્રમ્પના પ્રચાર અભિયાનમાંથી કોઈ નાણાં આપ્યા નથી access_time 9:28 am IST

  • હજારો કરોડના પંજાબ નેશનલ બેન્કના કૌભાંડમાં નિરવ મોદીને ત્યાં દરોડા : મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટના ત્વરિત પગલા : નિરવ મોદીના ઘરે અને ઓફીસે ૧૦ થી ૧૨ સ્થળો પર ઈડીએ શરૂ કર્યુ સર્ચ ઓપરેશન : પંજાબ નેશનલ બેન્કના ૧૧ હજાર ૪૦૦ કરોડના કૌભાંડની તપાસનો જબરો ધમધમાટ : અનેકને રેલો આવશે access_time 12:24 pm IST