Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

એસ.ટી. વર્કશોપ પાસેના કવાર્ટરની બિહારી સગીરાને એમ.પી.નો શખ્સ ભગાડી ગયો

ચંદ્રભાન ઉર્ફ શિવા બંસલ સામે માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૫: ગોંડલ રોડ એસ. ટી. વર્કશોપ સામે ત્રણ માળીયામાં રહેતી મુળ બિહારની સગીરાને આ વિસ્તારમાં જ રહેતો એમ.પી.નો શખ્સ ભગાડી જતાં પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.

માલવીયાનગરના ઇન્ચાર્જ પી.આઇ. આર. એ. જાડેજા અને જાવેદભાઇ રિઝવીએ એસ. ટી. વર્કશોપ સામે કવાર્ટર નં. ૪/૪માં ભાડેથી રહેતાં મુળ બિહાર દરભંંગાના મહમંદજસીમ મહમંદસમશેદ શેખ કઉ.૪૪)ની ફરિયાદ પરથી નજીકમં જ રહેતાં મુળ મધ્યપ્રદેશના સત્ના જીલ્લાના મૈહર તાબેના બીહરાકલ્લા ગામના ચંદ્રભાન ઉર્ફ શિવા શંતલાલ બંસલ સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધ્યો છે. ૭/૨ના રોજ ફરિયાદીની ૧૭ વર્ષની દિકરી બપોરે એકાદ વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થઇ હતી. શોધખોળ થતાં તેણીને ચંદ્રભાન ઉર્ફ શિવા ભગાડી ગયાનું જણાતાં ફરિયાદ નોંધાવી હતી.

(12:38 pm IST)