News of Thursday, 15th February 2018

કોઠારીયા સોલવન્ટના કારખાનામાં દરોડોઃ બે બોટલ સાથે બે પકડાયા

આજીડેમ પોલીસે વિજય પટેલ અને રમેશ પટેલની ધરપકડ કરી

રાજકોટ તા. ૧૫: કોઠારીયા સોલવન્ટ જય સત્યાય ટેકનો નામના કારખાનામાં આજીડેમ પોલીસે દરોડો પાડી બે પટેલ શખ્સોને રૂ. ૬૦૦ના બે બોટલ દારૂ સાથે પકડી લીધા હતાં.

આજીડેમના પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં પી.એસ.આઇ. મયુર સોનારા, હેડકોન્સ. એમ. ડી. ઝાલા, મહિપાલસિંહ, જયેશભાઇ, કનકસિંહ, જયદિપસિંહ, શૈલેષભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે માહિતી મળતાં જય સત્યાય ટેકનો નામના કારખાનામાં દરોડો પાડતાં બે બોટલ દારૂ મળતાં કારખાનામાં હાજર વિજય ભુરાભાઇ માંગરોલીયા (ઉ.૪૦-રહે. રામા પાર્કઅ૧૧/૧૨, બાલાજી હોલ પાછળ) તથા રમેશ કેશુભાઇ ડોબરીયા (ઉ.૪૨-રહે. રાજદિપ સોસાયટી-૧, મવડી ચોકડી)ની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. કારખાનુ વિજયનું છે. બુધવારની રજા હોઇ બંને પાર્ટી કરવા ભેગા થયા હતાં. પણ પોલીસે મજા બગાડી હતી.

(12:38 pm IST)
  • આધારકાર્ડની કાયદેસરતા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી access_time 4:11 pm IST

  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST

  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પરઃ ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 11:21 am IST