Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

વિજયભાઈએ ગિરનાર તીર્થના સર્વાંગી વિકાસનો માર્ગ મોકળો બનાવ્યો : રાજુભાઈ

રાજકોટ, તા. ૧૫ : ગરવા ગિરનારની તળેટીમાં દર વર્ષે ભરાતા જગ-વિખ્યાત ભવનાથના મેળાને 'લઘુ કુંભમેળા'નો દરજ્જો આપીને આવતા વર્ષથી આ મેળો શ્નમિનિ કુંભમેળાલૃતરીકે ઉજવવાની અને ગિરનાર તીર્થના સર્વાંગી વિકાસ માટે 'ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી' રચવાની મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કરેલી જાહેરાતને ભાજપના સિનિયર અગ્રણી તેમજ 'ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ'ના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઈ ધ્રુવે ઉમળકાભેર આવકારી જણાવ્યું છે કે, જુનાગઢ અને ગિરનાર તીર્થના સર્વાંગી વિકાસનો માર્ગ હવે મોકળો થઇ ગયો છે. દુનિયાના યાત્રા-પ્રવાસ-પર્યટનના નકશામાં હવે જુનાગઢ અનોખું સ્થાન પ્રાપ્ત કરશે તે નિશ્ચિત છે.

મુખ્યમંત્રીશ્રીનાં નિર્ણય થકી આવનારા દિવસોમાં ગિરનાર તીર્થના વિવિધ સ્થળોની માળખાગત સુવિધાઓમાં મોટો વધારો થશે. યાત્રિકોની સુખાકારી માટે સંખ્યાબંધ વિકાસ કાર્યોમાં વેગ આવશે એટલું જ નહીં, રોજગારીની તકોમાં પણ દ્યણો વધારો થશે. જૂનાગઢની ધાર્મિક અને ઐતિહાસિક બાબતો વૈશ્વિક ફલક સુધી ઝડપભેર પહોંચતી થશે. ગિરનાર તીર્થક્ષેત્રનાં વિકાસ માટે રાજય સરકારે વિવિધ આયામો થકી અનેકવિધ પગલાં લીધા છે.

ગિરનાર તીર્થક્ષેત્રનાં પરિસર અને આસપાસનાં ધર્માલયોને સામુદાયિક રીતે વિકાસનાં ફલક પર લઇ જવાની કામગીરી શ્નગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીલૃની રચના થકી વેગવાન બનશે એમ જણાવી શ્રી રાજુભાઇ ધ્રુવે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને અભિનંદન પાઠવતાં ઉમેર્યુ હતું કે, તુલનાત્મક દ્રષ્ટીએ જોઈએ તો તીરૂપતિ અને વૈશ્ણોદેવીનાં પહાડીતીર્થોની સમકક્ષ ગિરનાર તીર્થક્ષેત્રનાં વિકાસના દરવાજા હવે ખુલી ગયા છે.    

અત્રે ઉલ્લેખનિય છે કે, યાત્રાધામ વિકાસ બોર્ડનાં પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી ધ્રુવે ગત વર્ષે દેશનાં અન્ય રાજયોનાં મહત્વના યાત્રાસ્થળોનો પ્રવાસ ખેડીને ઊંડો અભ્યાસ કર્યો હતો અને તેના આધારે શ્નગિરનાર સ્વાયત સત્ત્।મંડળલૃની રચના કરવાની દરખાસ્ત રાજય સરકાર સમક્ષ રજુ કરી હતી અને ગિરનાર તીર્થક્ષેત્રને વિકાસની ડગર પર આગળ લઇ જવા માટે સ્વાયત સત્ત્।મંડળની રચના આવશ્યક હોવાનો વિગતવાર પ્રસ્તાવ મૂકયો હતો.

જૂનાગઢને સૌથી વધુ આકર્ષે તેવી જો કોઇ શ્રદ્ધાના કેન્દ્રની વાત હોય તો ભકતકવિની સ્મૃતિને ઊજાગર કરતો નરસિંહ મહેતાનો ચોરો, દામોદરકુંડ, મુચકુંદ ગુફા, રેવતીકુંડ, બલરામ, દામોદરરાયજીનાં મંદિરો અને વલલ્ભાચાર્યજીની બેઠક પણ સોનરખ સરિતા તટે યાત્રિકોને આકર્ષે છે. ગિરનાર વનપ્રદેશની અંદર આવેલા બોરદેવી, સુરજકુંડ, ઝીણાબાવાની મઢી, ઈન્દ્રેશ્વર તથા આત્મેશ્વરની ધાર્મિક જગ્યાઓ પણ અનન્ય શ્રદ્ધાના કેન્દ્ર છે. આમ, અનેક બાબતોને આવરી લેતા ગિરનાર તીર્થક્ષેત્રની આગવી વિશેષતાઓ છે, ત્યારે આ તીર્થક્ષેત્રના સામુદાયિક વિકાસ માટે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરીટીની રચનાની જાહેરાત થતાં ગિરનાર તીર્થક્ષેત્રનો એક સ્વતંત્ર સત્ત્।ામંડળના નેજા તળે વિકાસ થવાનું તોરણ બંધાયું છે તેમ જણાવી શ્રી રાજુભાઇ ધ્રુવે રાજયનાં મુખ્યમંત્રીશ્રીનો ફરી એકવખત આભાર વ્યકત કરી જૂનાગઢનાં વિકાસના અભૂતપૂર્વ નિર્ણયને આવકાર્યો હતો.

(11:33 am IST)
  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST

  • અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પર એક મહિલાએ જાતીય દુર્વ્યવહારનો આરોપ મૂક્યો છે. ભોગ બનનારે નેશનલ કમિશન ફોર વુમનની મદદની માગણી કરતા જણાવ્યું હતું કે 10 વર્ષ પહેલાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુંએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. રાષ્ટ્રીય મહિલા કમિશનએ મહિલાની ફરિયાદ પર યોગ્ય પગલાંની ખાતરી આપી છે. access_time 1:55 am IST

  • હજારો કરોડના પંજાબ નેશનલ બેન્કના કૌભાંડમાં નિરવ મોદીને ત્યાં દરોડા : મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટના ત્વરિત પગલા : નિરવ મોદીના ઘરે અને ઓફીસે ૧૦ થી ૧૨ સ્થળો પર ઈડીએ શરૂ કર્યુ સર્ચ ઓપરેશન : પંજાબ નેશનલ બેન્કના ૧૧ હજાર ૪૦૦ કરોડના કૌભાંડની તપાસનો જબરો ધમધમાટ : અનેકને રેલો આવશે access_time 12:24 pm IST