Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

કેમીસ્ટ એસો. તથા સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા રાજકોટ ખાતે રજીસ્ટ્રેશન કેમ્પ

કેમીસ્ટ એસો.ના ઇતિહાસમાં સૌપ્રથમ વખત યોજાનાર આ કેમ્પમાં ગામે-ગામના ફાર્માસીસ્ટસ લાભ લેશે શનિવારે યોજાનાર આ કેમ્પને કારણે : ઘણાં ને તો અમદાવાદનો ધક્કો પણ બચી જશે

રાજકોટ તા. ૧પ :.. કેમીસ્ટ એસોસીએશન રાજકોટ તથા ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલના સંયુકત ઉપક્રમે કેમીસ્ટ એસો. રાજકોટની ઓફીસ આલાપ-એ બિલ્ડીંગ, ૮૦૭, લીબડા ચોક, શાસ્ત્રી મેદાન સામે રાજકોટ ખાતે તા. ૧૭-ર-ર૦૧૮ શનીવારના રોજ સવારે ૧૧ થી સાંજે પ વાગ્યા સુધી ફાર્માસીસ્ટસ ભાઇઓ તથા બહેનો માટે રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કેમીસ્ટ એસો. રાજકોટના ઇતિહાસમાં કદાચ સૌપ્રથમ વખત યોજાનાર આ રજીસ્ટ્રેશન કેમ્પમાં સમગ્ર ગુજરાત - સૌરાષ્ટ્રના ફાર્માસીસ્ટસ માટે રીન્યુઅલ, નવા રજીસ્ટ્રેશન, રીએન્ટ્રી, એડ્રેસમાં ફેરફાર, ડુપ્લીકેટ રીસીપ્ટ, ડુપ્લીકેટ સર્ટીફીકેટ અને ડીગ્રી એડીસન, ફાર્માસીસ્ટસને લગતા અન્ય મુદાઓ તથા પ્રશ્નોનું શકયતાને આધીન સ્થળ પર જ વહેલી તકે નિરાકરણ કરવામાં આવનાર હોવાનું કેમીસ્ટ એસો. રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા, માનદમંત્રી અનિમેષભાઇ દેસાઇ તથા ગુજરાત ફાર્મસી કાઉન્સીલના મેમ્બર મહેશભાઇ વેકરીયા (મો. ૯૮રપર ર૩૪૩ર) ની યાદીમાં જણાવાયું છે.

આવો ઉપયોગી કેમ્પ રાજકોટ ખાતે યોજવામાં આવતા ખાસ કરીને સૌરાષ્ટ્રના ફાર્માસીસ્ટસને પોતાના યોગ્ય કામ માટે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ અમદાવાદનો ધકકો પણ બચી જાય તેમ છે, પરિણામે સમય, શકિત અને નાણાનો પણ અમુક અંશે બચાવ થશે. કામ સબબના જરૂરી ડોકયુમેન્ટસ સાથે રાખવા પણ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

(11:31 am IST)