Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

રાધિકાએ અંગદાન કર્યુ અને પ્રજાપતિ સમાજને શીખ મળી : ભવાંજલી રૂપે શોર્ટ ફિલ્મ બનાવી

રાજકોટ : વેલેન્ટાઇન ડે એટલે પ્રેમના સ્વીકારનો પવિત્ર દિવસ. પરંતુ આ શુભદિવસ ઓર્ગન ડોનેશન ફાઉન્ડશેન સભ્યો માટે એક આગવું સ્થાન ધરાવે છે. કારણ કે એમના એક સક્રિય સભ્ય શ્રીમતી ભાવનાબેન મંડલીની લાડકી દીકરી રાધિકાનો જન્મદિવસની આગવી રીતે ઉજવણીનું ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સભ્યોએ નક્કી કર્યુ. આ દિવસે રાધિકાને યાદ કરી વધુને વધુ લોકોમાં અંગદાનની જાગૃતિ ફેલાય એવું કાર્ય કરવા તૈ્યારી થઇ જોગાનું જોગ ૧૧ ફેબ્રુઆરીના એમની જ જ્ઞાતિના સમુહલગ્નનો સમારંભ સુરેન્દ્રનગર ખાતે યોજાયો. આ સમુહલગ્નમાં ભાવનાબેનનું એક પ્રેરણાદાયી કાર્ય કરનાર માતા તરીકેનું સન્માન કરવામાં આવ્યું. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ડો. દિવ્યેશ વિરોજા અને ડો. સંકલ્પ વણઝારાએ ઉપસ્થિત લોકોને અંગદાનની વિસ્તૃત સમજ આપી. ત્યારબાદ રાધિકાએ યાદ કરી નીતિનભાઇ ઘટાલિયાની પ્રેરણાથી ઉપસ્થિત લગભગ ર૦૦૦૦ જેટલા લોકોએ સમાજમાં અંગદાનની જાગૃતિ ફેલાવવાનો અને તેમાં સહાયક થવાનો મક્કમ નિર્ધાર કર્યો. આમ, પ્રજાપતિ સમાજની આ પ્રથમ અંગદાતા દીકરીની યાદમાં સમગ્ર પ્રજાપતિ  સમાજે તેણીએ જગાવેલી જયોત એક મશાલમાં પરિવર્તિત કરી એક ઉમદા કાર્ય કર્યુ છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઝાલાવાડ સમસ્ત પ્રજાપતિ સમાજના પ્રમુખ દલપતભાઇ ચૌહાણ, અધ્યક્ષ ઇશ્વરભાઇ ઘાટલીયા, અશોકભાઇ મુલીયા, ચંદુભાઇ ભલગામા, ભગવાનભાઇ મંડલી, નટુભાઇ જાદવ, ખીમજીભાઇ ખોરદીયા, અશોકભાઇ સાકરીયા, મનસુખભાઇ તલસાણીયા, વિજયભાઇ ભલગામ, રામજીભાઇ લખતરીયા, નીતિનભાઇ ઘાટલીયાએ જહેમત ઉઠાવી હતી. ઓર્ગન ડોેનેશન ફાઉન્ડેશનના સભ્યોએ રાધિકાના આ અંગદાનથી સમાજમાં અંગદાનની જાગૃતિ વધે એ માટે આ સત્ય ઘટના પર એક શોર્ટ ફિલ્મ પણ બનાવી છે અને આ રીતે રાધિકાને ભાવાંજલી આપી છે. જેનો પ્રીમિયર શો ટુંક સમયમાં યોજવામાં આવશે.

(4:19 pm IST)
  • સાંજે જામનગર નજીક ઢીંચડા ગામમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં ખાનગી ફાયરિંગની ઘટના બનવા પામેલ તે અંગે બેડી મરીન પોલીસ ટુકડી તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે access_time 12:42 am IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે અરૂણાચલ- ત્રિપુરાની મુલાકાત સમયે અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. સભા દરમ્યાન તેઓ સ્થાનિક પહેરવેશમાં જોવા મળ્યા હતા. તેમણે અહીંયા દોરજી ખાંડુ રાજ્ય સભાગારનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે હવે સરકાર દિલ્હીથી નહીં, દેશના ઘણા હિસ્સાઓમાંથી લોકો ચલાવી રહ્યા છે. પીએમ ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને સંબોધશે. ત્રિપુરા વિધાનસભા માટે 18 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. access_time 4:12 pm IST

  • અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પર એક મહિલાએ જાતીય દુર્વ્યવહારનો આરોપ મૂક્યો છે. ભોગ બનનારે નેશનલ કમિશન ફોર વુમનની મદદની માગણી કરતા જણાવ્યું હતું કે 10 વર્ષ પહેલાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુંએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. રાષ્ટ્રીય મહિલા કમિશનએ મહિલાની ફરિયાદ પર યોગ્ય પગલાંની ખાતરી આપી છે. access_time 1:55 am IST