Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

રેસકોર્ષમાં મેગા બુક ફેરઃ ૧૦ લાખ પુસ્તકોનું પ્રદર્શન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મ્યુનીસીપલ કોર્પોરેશનનું સંયુકત આયોજન અંતર્ગત એપ્રિલ માસમાં : મોટીવેશનલ સ્પીકર ચેતન ભગત, સંદીપ મહેશ્વરી સહીતના વકતાઓનું રાત્રે વ્યાખ્યાનઃ ફુડ-બુક કોર્નર બનશેઃ ફલાવર શો બાદ રાજકોટના બુક ફેરમાં લાખો લોકો ઉમટશેઃ કોઓર્ડીનેટર મેહુલ રૂપાણી અને નિલેશ સોનીના નેતૃત્વમાં તડામાર તૈયારી

રાજકોટ, તા., ૧૪: ફલાવર શોની અદભુત સફળતા બાદ રાજકોટના લોકોમાં વાંચનની રૂચી વધુ કેળવાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે એપ્રિલ માસમાં રેસકોર્ષના મેદાનમાં મેગા બુક ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવી રહયું છે.

ફલાવર શોના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં ખુબ ખ્યાતી પામેલ રાજકોટ શહેરમાં વિશાળ બુક ફેરનું આયોજન થયું છે. જેમાં ર૦૦ થી વધુ નામાંકીત પબ્લીસરના સ્ટોલ રાખવામાં આવ્યા છે. દરેક પબ્લીશર તમામ પ્રકારના પુસ્તકોનું પ્રદર્શન અને વેચાણ કરશે. તા. ૬ થી ૧૧ એપ્રિલ દરમિયાન  મેગા બુક ફેરનું આયોજન રેસકોર્ષના મેદાનમાં યોજાનાર છે. જેનું ઉદઘાટન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કરશે.

પ્રથમ વખત વિશાળ પુસ્તક મેળામાં લોકો રસપ્રદ વાનગી આરોગતા-આરોગતા પુસ્તકો જોઇ શકે તે માટે ખાસ ફુડ બુક કોર્નરની સવલત રાખવામાં આવી છે.

૭ દિવસ ચાલનાર મેગા બુક ફેરમાં પંચમહાભુત કાર્યક્રમ અંતર્ગત દેશના ટોચના નામાંકીત મોટીવેશનલ સ્પીકર ચેતન ભગત, સંદીપ મહેશ્વરી સહિતના ઉપસ્થિત રહી વ્યાખ્યાન આપશે. પુસ્તક મેળામાં લાખો લોકો ઉમટી પડે તેવી તડામાર તૈયારી ચાલી રહી છે.

મેગા બુક ફેરના આયોજન માટે સીન્ડીકેટ સભ્ય મેહુલ રૂપાણી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાઇબ્રેરીયન શ્રી નિલેશભાઇ સોનીના માર્ગદર્શન તળે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

બુક ફેરમાં દેશના જાણીતા પ્રકાશનો દ્વારા સાહિત્ય, હેલ્થ, વાર્તા, કાર્ટુન, મેડીકલ મેનેજમેન્ટ, ફાર્મસી, આયુર્વેદ, હોમીયોપેથીક, ધાર્મિક, મનોરંજન સહીત તમામ પ્રકારના પુસ્તકો એક જ સ્થળે ઉપલબ્ધ થશે. લાખો રાજકોટવાસીઓ આ યાદગાર બુક ફેરમાં ઉમટી પડશે. આ આયોજનને સફળ બનાવવા સેંકડો કાર્યકરો અને કર્મચારીઓ તડામાર તૈયારીઓ કરી રહયા છે.

(4:17 pm IST)
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેણે પોર્ન સ્ટાર ડેનિયલ્સનું ઉર્ફે સ્ટેફની ફ્લિફોર્ડને પોતાના ખિસ્સામાંથી 1,30,000 ડોલર (રૂ.83 લાખ) આપ્યા હોવાની વાત સ્વીકારી છે. આ પોર્ન સ્ટાર પર 2006માં યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કથિત રીતે જાતિય સંબંધ બનાવ્યા હતા. ટ્રમ્પના વકીલ માઈકલ કોહેને ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે તેમણે સ્ટોર્મી ડેનિયલ્સને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન કે ટ્રમ્પના પ્રચાર અભિયાનમાંથી કોઈ નાણાં આપ્યા નથી access_time 9:28 am IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST

  • અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પર એક મહિલાએ જાતીય દુર્વ્યવહારનો આરોપ મૂક્યો છે. ભોગ બનનારે નેશનલ કમિશન ફોર વુમનની મદદની માગણી કરતા જણાવ્યું હતું કે 10 વર્ષ પહેલાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુંએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. રાષ્ટ્રીય મહિલા કમિશનએ મહિલાની ફરિયાદ પર યોગ્ય પગલાંની ખાતરી આપી છે. access_time 1:55 am IST