Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

આજી ડેમ પાસે ભુલો પડેલા તરૂણના પરિવારને શોધી પોલીસે મિલન કરાવ્યુ

રાજકોટ તા. ૧૪ :.. આજી ડેમ ચોકડી પાસે એક આઠ વર્ષનો તરૂણ રડતો હોઇ, થોરાળા પોલીસે તેને પુછતા તેણે પોતાનું નામ કિસ્મતઅલી રમઝાનભાઇ અંસારી (ઉ.૮) જણાવ્યું હતું. પરં તે ભુલો પડી ગયો હોઇ, તેથી તેને પોલીસ સ્ટેશને લઇ આવ્યા હતા અને તે એકતા કોલોની બોલતો હતો. તેથી થોરાળા પોલીસ મથકના કોન્સ. મસરીભાઇએ તરૂણના પરિવારજનોની શોધખોળ આદરી હતી. અને તેણે ભકિતનગર પોલીસના કોન્સ. સલીમભાઇ મકરાણીનો સંપર્ક કરતા તેણે તપાસ કરતા તરૂણ કિસ્મતઅલી જંગલેશ્વર નદીના કાંઠે આવેલ એકતા કોલોનીમાં રહેતો હોવાનું જાણવા મળતા પોલીસે તેના પિતા રમઝાનભાઇ અંસારીને શોધી કાઢી અને તેને થોરાળા પોલીસ મથકે લઇ જઇ તેના પુત્ર કિસ્મતઅલીને સોંપ્યો હતો.

(4:13 pm IST)
  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST